News Updates
JUNAGADH

જૂનાગઢમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ઓફિસરે બેંકની સામે જ રેલિંગમાં લટકી જઈ જિંદગી ટૂંકાવી, કારણ અકબંધ

Spread the love

જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે આજે પરોઢિયે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. આત્મહત્યાનો હચમચાવી નાખતો સમગ્ર બનાવ બેંક પાસે લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. પોલીસે એક સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું સ્પષ્ટ કારણ હજી જાહેર કરાયું નથી. મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બેંક ઓફિસરે બેંક નજીક જ જિંદગી ટૂંકાવી
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની રિજનલ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઓફિસર સિયારામ પ્રસાદે આજે પરોઢિયે સાડાચાર વાગ્યે બેંકની સામે જ આવેલી રેલિંગમાં દુપટ્ટો બાંધી લટકી જઈ જિંદગી ટૂંકાવી હતી.

ઓફિસર ઘરે ન મળતાં પરિવાર શોધવા નીકળ્યો
રાત્રિના સમયે જ ઘરેથી નીકળી ગયેલા સિયારામ પ્રસાદ તેમના ઘરે હાજર ન મળતાં તેમનાં પત્નીએ તેમની વાત તેમના સહકર્મચારીઓને કરી હતી. ત્યાર બાદ તેમનો પરિવાર અને અન્ય કર્મચારીઓ સિયારામ પ્રસાદને શોધવા માટે નીકળ્યા હતા. ત્યારે સિયારામ પ્રસાદે તેઓ જ્યાં નોકરી કરતા હતા એ બેંકની સામે જ રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પરિવારો પર આભ ફાટ્યું હતું.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
બેંક ઓફિસરે બેંકની સામે જ આવેલી રેલિંગમાં આત્મહત્યા કરી હતી. આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સ અને બેંકના સીસીટીવીમાં કેદ થઈ હતી. વહેલી સવારે જ્યારે કોમ્પ્લેક્સમાં તમામ દુકાનો અને ઓફિસો બંધ હતી ત્યારે અહીં આ ઘટના બની હોવાનું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. પોલીસે એક સુસાઈડ નોટ પણ કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાહેર થયું નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

જૂનાગઢમાં પોલીસ અને ટોળાં વચ્ચે અથડામણ:500ના ટોળાંએ પથ્થરમારો કરતાં એકનું મોત, વાહનોમાં તોડફોડ કરી બાઇક સળગાવ્યું, DySP સહિત 5 ઇજગ્રસ્ત, 174ની અટકાયત

Team News Updates

CCTV કેમેરામાં કેદ ચોરીની ઘટના:જૂનાગઢ વડાલ રોડ પર પેટ્રોલ પંપ પર મોડી રાત્રે બે અજાણ્યા ઈસમો મોબાઈલ અને સ્વાઈપ મશીનની ચોરી કરતા

Team News Updates

Junagadh:લાઇટ ઓન કરતાં જ થયો બ્લાસ્ટ,જૂનાગઢમાં રસોડામાં ગેસ-રેગ્યુલેટર ચાલુ રહી ગયું,બાળક સહિત ચાર દાઝ્યાં

Team News Updates