News Updates
ENTERTAINMENT

ગુજરાતનો છોકરો U-19 વર્લ્ડ કપમાં ધૂમ મચાવે છે:ICCએ તેની બોલિંગનો વીડિયો શેર કર્યો; ભારતને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી

Spread the love

હાલમાં સાઉથ આફ્રિકામાં U-19 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. તેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સુપર-6માં જગ્યા બનાવીને તેમાં ન્યૂઝીલેન્ડને 214 રનના વિશાળ અંતરથી હાર આપી છે. આ આખી મેચમાં ભારતીય ટીમે કિવીઝને જકડી રાખ્યું હતું. ભારતે પહેલી બેટિંગ કરતા મુશીર ખાનની સદી અને સૌમ્ય પાંડેની 4 વિકેટની મદદથી ભારતે મેચ એકતરફી જીતી લીધી હતી. પણ આ બધા વચ્ચે ICCએ ફાસ્ટ બોલર રાજ લિંબાણીનો વીડિયો શેર કર્યો છે.

ગુજરાતના બરોડાના રાજે અત્યાર સુધીમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. તેણે કિવીઝ સામે પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપીને મેચને ભારત તરફ ઝુકાવી દીધી હતી. આ બે વિકેટ્સનો વીડિયો ICCએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો છે.

રાજ લિંબાણીની આગઝરતી બોલિંગ…કિવી બેટર્સ ઘૂંટણીએ
ભારતે આપેલા ટાર્ગેટને ચેઝ કરવા ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનિંગમાં થોમસ જોન્સ અને જેમ્સ નેલ્સન ઇનિંગની શરૂઆત કરવા ઉતર્યા. ઇનિંગનો પહેલો બોલ થોમસ રમી રહ્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયા તરફથી રાજ લિંબાણી પહેલી ઓવર નાંખવા આવ્યો હતો. રાજે પહેલા જ બોલ પર ઇનસ્વિંગર નાખ્યો અને થોમસ તેને રમી જ ન શક્યો અને બીટ થતાં બોલ્ડ થયો હતો. તેના આ બોલની ભુવનેશ્વર કુમારના ડેબ્યૂ મેચની યાદ અપાવી દીધી હતી. આ પછી રાજે તે ઓવરના પાંચમા બોલ પણ ઇનસ્વિંગર નાખ્યો, જેને સ્નેહિથ રેડ્ડી સમજી શક્યો નહીં અને ઝીરોમાં પેવેલિયન ભેગો થયો હતો. આવી રીતે રાજ લિંબાણીએ એખ જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.

ભારતે 214 રને મેચ જીતી
ટૉસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી હતી. ભારતે મુશીર ખાનના 131 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 295 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી અને તે 81 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ભારતે આ મેચ 214 રને જીતી લીધી હતી.


Spread the love

Related posts

બે મિનિટની એડમાં આમિર 7 પાત્રોમાં જોવા મળ્યો:ફેન્સે કહ્યું, ‘એડમાં પણ ફિલ્મ જેવું પરફેક્શન’, 16 વર્ષ પછી દર્શિલ અભિનેતા સાથે જોવા મળશે

Team News Updates

હૃતિક-દીપિકા સ્ટારર ફિલ્મ ‘ફાઇટર’ વિવાદમાં ઘેરાઈ:એરફોર્સ યુનિફોર્મમાં એકબીજાને કિસ કરતા જોવા મળ્યા,વિંગ કમાન્ડરે ​​​​​​સ્ટાર કાસ્ટ અને ડિરેક્ટરને મોકલી નોટિસ

Team News Updates

IPL 2024:પ્લેઓફની રેસમાં સૌથી આગળ છે આ ટીમ,ગુજરાત ટાઈટન્સથી આગળ નીકળી દિલ્હી કેપિટલ્સ

Team News Updates