News Updates
GUJARAT

આધારકાર્ડ પર નામ અને જન્મ તારીખ આટલી વાર જ કરી શકશો અપડેટ, UIDAI નક્કી કરી મર્યાદા

Spread the love

આધારકાર્ડથી આપણે સૌ કોઈ અવગત છીએ. જે આપણા સરકારી કામકાજમાં અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે. આધારકાર્ડમાં કુલ 12 આંકનો નંબર હોય છે. બેંક ખાતું ખોલવું, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે આધારકાર્ડ અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે.

આધારકાર્ડ પર સામાન્ય રીતે વ્યક્તિનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને સરનામુ અપડેટ કરવામાં આવે છે. ત્યારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ કેટલી વાર આ માહિતી અપડેટ કરી શકાય તેની માહિતી આપી છે.

UIDAI અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે.

કોઈ પણ વ્યક્તિ તેના આધારકાર્ડમાં માત્ર 1 વાર જ જન્મતારીખ અપડેટ કરાવી શકે છે.

આધારકાર્ડમાં માત્ર એક વાર જ તમે જાતિ (Gender) અપડેટ કરી શકો છો. બીજી તરફ આધારકાર્ડમાં રહેઠાણનું સરનામુ અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી.

કોઈ પણ વ્યક્તિએ જો આધારકાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી. પરંતુ ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિક અપડેટ્સ ઓનલાઈન બદલી શકાતા નથી.


Spread the love

Related posts

ગુજરાતમાં વાવાઝોડું ટળશે પણ વરસાદ તો આવશે જ:બિપરજોય સાઇક્લોન પોરબંદરથી 965 કિલોમીટર જ દૂર, માંગરોળના દરિયામાં કરંટ, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

Team News Updates

Eco Therapy શું છે? તે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

Team News Updates

Knowledge:માઇલસ્ટોન્સના રંગનો અર્થ જાણો,રસ્તાની બાજુમાં લાગેલા માઇલસ્ટોન્સ શા માટે જુદા જુદા રંગો ધરાવે છે?

Team News Updates