News Updates
VADODARA

વડોદરામાં CMના કાર્યક્રમમાં વિરોધ પહેલા બે કોંગીનેતા નજરકેદ, મોર્નિંગ વોકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પાછળ પોલીસ દોડી, વેનમાં બેસાડી લઈ ગઈ

Spread the love

વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં આજે 72મો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે. જોકે, મુખ્યમંત્રી આવે તે પહેલા જ એમએસ યુનિવર્સિટીના સેનેટ મેમ્બરને તેમના ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા છે. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી પર ક્રાઈમ બ્રાન્ચ નજર રાખી રહી છે. તેઓ આજે સવારે કમાટીબાગમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તેમની પાછળ પાછળ દોડતી હતી. બાદમાં પોલીસે ઋત્વિજ જોષીને પકડી પોલીસ વેનમાં બેસાડી લઈ ગઈ હતી.

બહાર નિકળશે તો ધરપકડ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરામાં હોવાથી વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ અને સેનેટ મેમ્બર પર નજર રાખી રહી છે. તેઓ બહાર નીકળશે તો તેમની ધરપકડ થઈ શકે છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે હોવાથી ગઈકાલ રાતથી જ મારા ઘરની બહાર ક્રાઈમ બ્રાન્ચવાળાએ પહેરો લગાવી દીધો છે. આજે સવારે હું જ્યારે ઘરેથી નીકળીને કમાટીબાગ વોક કરવા આવ્યો ત્યારે ત્યાં પણ મારી પાછળ પોલીસ પણ દોડી હતી. રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓથી ગભરાય છે શું કામ?.

MS યુનિ.નો 72મો પદવીદાન સમારોહ
ધ મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયનો આજે 72મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ પદવીદાન સમારોહમાં કુલ 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 231 વિદ્યાર્થિનીઓ અને 113 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓના ફાળે ગયા છે. આ સમારોહમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવના હોવાથી વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સમારોહ સ્થળ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

હાજર રહેશે તેને ગોલ્ડ મેડલ મળશે
આજે સવારે 9 કલાકે યુનિવર્સિટી હેડ ઓફિસની પાછળ કમલા રમણ વાટિકા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે. વાઇસ ચાન્સેલર પ્રો. (ડો) વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા જે વિભાગોમાં કે કોર્સમાં એક પણ ગોલ્ડ ન હોય તેવા વિભાગો કે કોર્સમાં યુનિવર્સિટીએ ગોલ્ડ મેડલ એનાયત કરવો જોઇએ તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે પ્રસ્તાવને ઇ.સી. સભ્યોએ આવકાર્યો છે. જેથી આ વર્ષે વધુ 25 નવા ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. જેથી કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 345એ પહોંચી છે. આ સમારોહમાં જે વિદ્યાર્થી હાજર હશે તેને જ ગોલ્ડ મેડલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

એક કરતા વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા
એમ.એસ. યુનિવર્સિટીમાંથી મળેલી માહિતી પ્રમાણે 221 વિદ્યાર્થીઓને 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવનાર છે. જેમાં વિવિધ ફેકલ્ટીના 76 જેટલા વિદ્યાર્થીઓને 1 કરતા વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. 72માં પદવીદાન સમારોહમાં કુલ 13599 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. જેમાં 70 PHD, 2931 માસ્ટર ડિગ્રીના છે. 591 પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.


Spread the love

Related posts

‘વેલેન્ટાઈન ડેને બનાવ્યો રોટી ડે’:વડોદરામાં એક બે નહીં 300 બાળકોની માતા 5 વર્ષથી આજના દિવસે બાળકોને આપે છે ભોજન, દર રવિવારે મફત શિક્ષણ તો ખરું જ

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

વડોદરા મહાનગર સેવા સદન જાગ્યું:VMC દ્વારા ફ્લાયઓવર બ્રિજ ઉપર CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ, પોલીસ વિભાગને ગુના ઉકેલવામાં ફાયદો

Team News Updates