શેરબજારના નિષ્ણાતોએ કહ્યુ કે, સરકારની આ સોલાર યોજનાની અસર અદાણી ગ્રીન એનર્જીના શેર પર પણ જોવા મળી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીના સંકલિત ચોખ્ખા નફામાં 148 ટકાથી વધુનો વધારો થયો છે અને 256 કરોડ રૂપિયા થયો છે.
અદાણી ગ્રીન એનર્જીનો શેર આ દિવસોમાં ચર્ચામાં છે. કંપનીના શેર આજે શુક્રવારે 2 ટકાથી વધુ વધીને 1699 રૂપિયાના ઈન્ટ્રાડે હાઈ લેવલ પર પહોંચ્યા હતા. આજે શેર સામાન્ય ઘટાડા સાથે 1667 રૂપિયા પર બંધ થયા હતા. બ્રોકરેજ ફર્મ આ સ્ટોક પર તેજી જોઈ રહ્યા છે અને તેને ખરીદવાની ભલામણ કરી રહ્યા છે.
બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં આ શેર નવી ઊંચાઈએ પહોંચી શકે છે. વેન્ચુરા સિક્યોરિટીઝે અદાણી એનર્જીના શેર માટે ઉછાળાની આગાજી કરી છે. વેન્ચુરાએ અદાણીની કંપનીના આ શેર પર 1,889 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે અને તેના માટે ‘બાય’ રેટિંગ આપ્યું છે.
નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે સૌર ઉર્જાને લઈ ઘણી મોટી જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે, દેશને વીજળીમાં વધુ આત્મનિર્ભર બનાવવા માટે, 1 કરોડ ઘરને 300 યુનિટ સૌર વીજળી મફત આપવામાં આવશે. આ સ્કીમમાં અંદાજે 1 કરોડ ઘરમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવશે.
શેરબજારના નિષ્ણાતોએ કહ્યુ કે, સરકારની આ સોલાર યોજનાની અસર અદાણી ગ્રીન એનર્જીના શેર પર પણ જોવા મળી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીના સંકલિત ચોખ્ખા નફામાં 148 ટકાથી વધુનો વધારો થયો છે અને 256 કરોડ રૂપિયા થયો છે.
અદાણી ગ્રીન એનર્જી દેશની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન પ્રોવાઈડર કંપની છે. તે ગ્રીડ-કનેક્ટેડ સોલર, વિન્ડ અને હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વિકસાવે છે અને તેનું સંચાલન કરે છે. હાલ 12 રાજ્યમાં 8.4 ગીગાવોટની કુલ ક્ષમતા સાથે પ્રોજેક્ટનું સંચાલન કરે છે.