બ્રિટિશ અમેરિકન ટોબેકો BAT એ જણાવ્યું હતું કે, તેઓ ITCમાં તેનો હિસ્સો ઘટાડવા માટે નિયમનકારી પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ કામ કરી રહી છે. BAT ITCમાં 29.03 ટકા હિસ્સો ધરાવે છે, જેની કુલ વેલ્યુ 1.5 લાખ કરોડ રૂપિયા થાય છે.
દેશની FMCG સેક્ટરની દિગ્ગજ કંપની ITCના શેરમાં આજે 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શેર 4.02 ટકાના ઘટાડા સાથે 414.45 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. આ સાથે કંપનીનું માર્કેટ કેપ ઘટીને અંદાજે 5.16 લાખ કરોડ રૂપિયા થયું છે. બ્રિટિશ અમેરિકન ટોબેકો એટલે કે BAT એ કંપનીમાં તેનો હિસ્સો ઘટાડવાની જાહેરાત કરી છે. આ કારણથી કંપનીના શેરમાં વેચવાલી જોવા મળી હતી. બ્રિટિશ અમેરિકન ટોબેકો ITCની સૌથી મોટી શેરહોલ્ડર કંપની છે.
BAT એ ITCમાં હિસ્સો ઘટાડવાની કરી જાહેરાત
બ્રિટિશ અમેરિકન ટોબેકો BAT એ જણાવ્યું હતું કે, તેઓ ITCમાં તેનો હિસ્સો ઘટાડવા માટે નિયમનકારી પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ કામ કરી રહી છે. BAT ITCમાં 29.03 ટકા હિસ્સો ધરાવે છે, જેની કુલ વેલ્યુ 1.5 લાખ કરોડ રૂપિયા થાય છે. અમે બેલેન્સ શીટની ફ્લેક્સિબિલિટી વધારવા માટે તમામ તકો શોધવાનું ચાલુ રાખીએ છીએ અને તેના ભાગરૂપે અમે ITCમાં અમારા હિસ્સાની નિયમિત સમીક્ષા કરીએ છીએ.
શેરહોલ્ડિંગનું મોનેટાઈઝ કરવાની મંજૂરી
BAT દ્વારા 8 ફેબ્રુઆરીના રોજ તેના ચોથા-ક્વાર્ટરની આવક બાદ જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે અમારી પાસે મોટું શેરહોલ્ડિંગ છે જે અમને મૂડી રિલીઝ કરવાની અને ફરીથી એલોટમેન્ટ કરવાની તક આપે છે. કંપનીએ જણાવ્યું હતું કે, તે તેના કેટલાક શેરહોલ્ડિંગનું મોનેટાઈઝ કરવાની મંજૂરી આપવા માટે નિયમનકારી પ્રક્રિયા પૂર્ણ કરવા પર કેટલાક સમયથી કામ કરી રહી છે.
25 ટકાથી વધુ શેરહોલ્ડિંગની જરૂર નથી
જો BAT તેનો હિસ્સો 4 ટકા ઘટાડીને ITCમાં 25 ટકા હિસ્સો ધરાવતું હોત, તો ITCના વર્તમાન માર્કેટ કેપ પર વેચાયેલા શેરની વેલ્યુ અંદાજે 20,760 કરોડ રૂપિયા હોત. ડિસેમ્બર 2023માં BAT એ કહ્યું હતું કે. તેઓ ITCમાં તેનો 29.02 ટકા હિસ્સો ઘટાડવાનું વિચારશે.
BATના CEO Tadeu Marocco એ કહ્યું હતું કે, વીટો પાવર સહિત વ્યૂહાત્મક પ્રભાવ મેળવવા માટે અમને ITCમાં 25 ટકાથી વધુ શેરહોલ્ડિંગની જરૂર નથી. આજે અમારી પાસે તેના કરતા ઘણા વધારે શેર છે.