News Updates
INTERNATIONAL

જ્યાં વસે ગુજરાતી:25 વર્ષ પહેલાં માતા ગુજરાતથી US આવ્યાં, વાસણ ધોયા, ફૂડ કોર્ટ ટ્રક ચલાવ્યો…હવે દીકરી US કોંગ્રેસની ચૂંટણી લડશે

Spread the love

ભાવિની પટેલ બાઇડનની પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવશે

યુએસના પિટસબર્ગમાં પોતાના સિંગલ પેરેન્ટ માતાને ફૂડ ટ્રક “ઇન્ડિયા ઑન વ્હીલ્સ”નું સંચાલન કરવામાં મદદ કરવાથી લઇને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ટેક સ્ટાર્ટઅપ શરૂ કરવા સુધીની સફર ખેડનાર ભારતીય અમેરિકન ભાવિની પટેલ હવે યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડી રહ્યાં છે. ગત વર્ષે 30 વર્ષીય ભાવિની પટેલે પેન્સિલવેનિયાના 12માં કોંગ્રેસનલ ડિસ્ટ્રીક્ટમાંથી યુએસ કોંગ્રેસ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જે અત્યારે ડેમોક્રેટિક પાર્ટીના સહકર્મી સમર લી પાસે છે. છેલ્લા અનેક વર્ષોથી લી તેમના જિલ્લામાં કેટલાક મુદ્દાઓ પ્રત્યે તેમના વલણ અને કાર્યવાહીને કારણે અપ્રિય બન્યા છે. ઉલ્લેખનીય છે કે સમર લી એવા કેટલાક સાંસદોમાંથી એક છે, જેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અમેરિકન કોંગ્રેસના ઐતિહાસિક સંયુક્ત સંબોધનનો વિરોધ કર્યો હતો. 23 એપ્રિલે થનારી પ્રાથમિક ચૂંટણી માટે, ભાવિની પટેલે અત્યાર સુધી $3,10,000ની રકમ એકત્ર કરી છે, તેમાંથી મુશ્કેલીથી 70% રકમ રાજ્યની અંદરથી એકત્ર કરવામાં આવી છે.

તાજેતરમાં ભાવિની પટેલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમને ખાસ કરીને સ્ટીમફિટર્સ, ઓપરેટિંગ એન્જિનિયર્સ અને SMART જે એક રેલરોડ ટ્રાન્સપોર્ટેશન યુનિયન છે, તેમના તરફથી સમર્થન મળવા ઉપરાંત મજૂરોના પણ અનેક યુનિયનનું સમર્થન પ્રાપ્ત થયુ છે. જ્યારે આપણે યુનિયનના સમર્થન વિશે વિચારીએ છીએ, ત્યારે તે ખરેખર નોંધપાત્ર બાબત છે, ખાસ કરીને પેન્સિલવેનિયાથી આ બાબત વધુ નોંધપાત્ર છે, જ્યાં મજૂરોની ચળવણની તાકાતનો આટલો મજબૂત ઇતિહાસ રહેલો છે. તદુપરાંત તેમને અંદાજે 33 ચૂંટાયેલા અધિકારીઓ તરફથી પણ સમર્થન પ્રાપ્ત થયું છે. જેમાં નાના શહેરોના મેયર સહિત કાઉન્સિલના સભ્યોના નામ પણ સામેલ છે. એક એક વ્યક્તિ સાથે વાતચીત કરી છે. આ વિસ્તારના લોકો આ કેમ્પેઇનને સમર્થન આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, જેમનો ઉદ્દેશ્ય પેન્સિલવેનિયાને વિકાસના રસ્તા પર લઇ જવાનો છે. આ જિલ્લામાં રહેતા સમુદાયોને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમનું સમાધાન કરવું ખૂબ જ જરૂરી છે. પટેલ બાઇડેનના સમર્થક છે. પ્રામાણિકપણે તેઓ અમે અત્યાર સુધી જોયેલા સૌથી પ્રગતિશિલ રાષ્ટ્રપતિમાંના એક છે. દરમિયાન, તેમણે બાઇડેન સરકાર દ્વારા પસાર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ, ઇન્ફ્લેશન રિડક્શન એક્ટ અને ચિપ્સ અને સાયન્સ એક્ટ જેવા બિલની પણ પ્રશંસા કરી હતી.

ભાવિની પટેલને ઑક્સફોર્ડમાં અભ્યાસ માટે સ્કોલરશિપ મળી હતી
જણાવી દઇએ કે ભાવિની પટેલના માતા મૂળ ગુજરાતના છે. પોતાની માતાના સંઘર્ષને લઇને ભાવિની પટેલે જણાવ્યું કે જ્યારે તેઓ આ દેશમાં આવ્યા હતા ત્યારે તેમની પાસે કઇ હતું નહીં. તેમણે માત્ર મારો અને ભાઇનો ઉછેર કર્યો હતો. અમારે અલગ અલગ શહેરોમાં રહેવું પડ્યું હતું. મારી માતાએ ખૂબ જ સહન કર્યું છે. તેઓ રેસ્ટોરન્ટમાં વાસણ ધોવાથી લઇને મોટલ ઇન્ડસ્ટ્રી સુધી અનેક પ્રકારના કામ કરતી હતી. બાદમાં તેમણે વેસ્ટર્ન પેન્સિલ્વેનિયામાં ફૂડ ટ્રકનું કામ શરૂ કર્યું. મારો પરિવાર છેલ્લા 25 વર્ષથી ફૂડ ટ્રકનું સંચાલન કરી રહ્યો છે. અમારા ફૂડ ટ્રકનું નામ ઇન્ડિયા ઑન વ્હીલ્સ છે. અમારો એક ફૂડ ટ્રક પિટ્સબર્ગની યુનિવર્સિટીના કેમ્પસમાં હતો અને બીજો કૉર્નેગી મેલન યુનિવર્સિટીના કેમ્પસમાં હતો. જણાવી દઇએ કે કૉલેજમાંથી સ્નાતક થયેલી ભાવિની પટેલ પરિવારની પહેલી વ્યક્તિ છે. ભાવિનીને ઑક્સફોર્ડમાંથી માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે સ્કોલરશિપ પણ મળી હતી.


Spread the love

Related posts

સેના જ ચલાવશે પાકિસ્તાનની રાજનીતિ: PM અનવારુલ હક કાકરે

Team News Updates

38નાં મોત,2 કલાક સુધી ધડાકા સંભળાયા, હ્યુમન રાઈટ્સ મોનિટરે એરસ્ટ્રાઈકનો વીડિયો જાહેર કર્યો:દાવો- ઇઝરાયલે સીરિયામાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો

Team News Updates

Nita Ambani IOCના સભ્ય બીજી વખત બન્યા, ફૂટબોલમાં કર્યું છે રોકાણ

Team News Updates