News Updates
BUSINESS

અદાણીએ વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ શરૂ કર્યો:હાલ માત્ર 551 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે, અદાણી ગ્રીન એનર્જીનો શેર 4% વધ્યો

Spread the love

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની પહેલી કેપેસિટીનું ઓપરેશન્સ શરૂ કર્યું છે. ગુજરાતના ખાવડામાં બનેલા આ પ્લાન્ટમાં માત્ર 551 મેગાવોટની ક્ષમતાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કંપની દ્વારા આપવામાં આવેલી આ માહિતી બાદ આજે એટલે કે બુધવારે (14 ફેબ્રુઆરી) અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન શેર 4%થી વધુ વધીને રૂ. 1,882 થયો હતો. જો કે, હાલમાં તેમાં લગભગ 1.5%નો વધારો થયો છે.

વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આનાથી 30 GW સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થશે અને લગભગ 1.8 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે. ભારત સરકારનો અંદાજ છે કે તેના પર ઓછામાં ઓછા $2.26 બિલિયનનો ખર્ચ થશે.

વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની પ્રથમ ક્ષમતા: ગૌતમ અદાણી
ગૌતમ અદાણીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘આ શેર કરતા આનંદ થાય છે કે અદાણી ગ્રીને 551 મેગાવોટ સોલાર પાવરને સક્રિય કરીને વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની પહેલી કેપેસિટીની શરૂ કરી છે.

BSE ફાઇલિંગમાં, અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું હતું કે ખાવડા આરઇ પાર્ક પર કામ શરૂ કર્યાના 12 મહિનામાં કંપનીએ આ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. જેમાં રસ્તાઓ અને કનેક્ટિવિટી સહિતની મૂળભૂત માળખાકીય સુવિધાઓનો વિકાસ અને આત્મનિર્ભર સામાજિક ઇકોસિસ્ટમ બનાવવાનો સમાવેશ થાય છે.


Spread the love

Related posts

સેન્સેક્સ 440 પોઈન્ટ ઘટીને 66,266 પર બંધ:નિફ્ટી પણ 118 પોઈન્ટ તૂટ્યો, સિપ્લાનો શેર 10% વધ્યો

Team News Updates

ભારતમાં ₹13 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે ફોક્સકોન:કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે કંપની પ્લાનિંગ કરી રહી છે, દેશમાં બમણી નોકરીઓ આપશે

Team News Updates

Lectrix EVનું ‘LXS મુનશાઇન લિમિટેડ એડિશન’ સ્કૂટર લોન્ચ:સ્કૂટરની શરૂઆતની કિંમત 97,999, લોન્ચિંગ સમયે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ISROને આપ્યું ટ્રિબ્યુટ,

Team News Updates