રાષ્ટ્ર પ્રેમની દિશામાં ડિલિશિયસ વફલ કંપનીની પ્રશંસનીય પહેલ
રાજકોટના સૌપ્રથમ આઉટલેટ નું શહીદ આર્મી જવાન ના પરિવારે ઓપનિંગ કર્યું
કારગિલ યુદ્ધના શહીદ સ્વર્ગસ્થ મહિપતસિંહ જાડેજાના સુપુત્ર શ્રી મયુરસિંહ જાડેજાએ ઉદ્ઘાટન કર્યું
ડેસર્ટની જાણીતી બ્રાન્ડ ડિલિશિયસ વફલ કંપનીએ તારીખ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ રાજકોટ ખાતે પોતાનું સૌપ્રથમ ફ્રેન્ચાઇઝી આઉટલેટ ઓપન કર્યું છે. રાષ્ટ્રપ્રેમ ની દિશામાં આગળ વધતા કંપનીએ અન્ય કોઈ સેલિબ્રિટી ને બદલે રાજકોટના કારગિલ યુદ્ધના શહીદ સ્વર્ગસ્થ શ્રી મહિપતસિંહ જાડેજા ના સુપુત્ર મયુરસિંહ જાડેજા ના હસ્તે આ આઉટલેટ ખુલ્લુ મુકાવ્યું હતું.કારગીલ યુદ્ધમાં ગુજરાતના 12 વિરલાએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું, જેમાં ગુજરાત ના પહેલા શહીદ એટલે સ્વ મહિપતસિંહ જાડેજા . મહિપતસિંહ જાડેજા નેં બે દિકરા છે. જેમના નાના દીકરા પણ દર્શસેવા કરે છે. જેઓનું અત્યારે પંજાબમાં પોસ્ટિંગ છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે કેન્ડી અને પોકેટ વફલની વિશાળ રેન્જ શરૂ કરવામાં આવી છે સાથોસાથ અમદાવાદમાં લોકપ્રિય બનેલા વફલ ભેળ અને વફલ પીઝા પણ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર પરિમલ હાઇસ્કુલ સામે આવેલા વર્ણીરાજ રેસ્ટોરન્ટ ખાતે આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે સંચાલક શ્રી ગીરીશભાઈ ગોહિલના જણાવ્યા પ્રમાણે ડિલિશિયસ વફલ કંપનીનું આ પાંચમું આઉટલેટ છે અમદાવાદ અને મોરબી બાદ હવે રાજકોવાસીઓ પણ ડિલિશિયસ વફલના રંગે રંગાશે. રાજકોટના સ્વાદ પ્રેમી નાગરિકોને આકર્ષક ઓફર અને પ્રીમિયમ વેરાઈટી માટે મુલાકાત લેવા આમંત્રણ છે