News Updates
INTERNATIONAL

અમેરિકામાં મોટેલ ચલાવતા પ્રવીણ પટેલની હત્યા:સાત ભારતીયોનાં મોત બાદ હવે જગત જમાદાર અમેરિકા જાગ્યું, USએ હુમલાની નિંદા કરી, કહ્યું- ‘આવી હિંસા સ્વીકાર્ય નથી..’

Spread the love

અમેરિકામાં ભારતીયોના મોતની ઘટનાઓ વધી છે. આ હુમલાઓ પર વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકામાં જાતિ, લિંગ અથવા અન્ય કોઈ આધાર પર હિંસા સ્વીકાર્ય નથી.

વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમનું વહીવટીતંત્ર આ હુમલાઓને રોકવા માટે પુરા પ્રયાસો કરી રહ્યા છે.

ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ
ખરેખરમાં, જોન કિર્બીને ભારતીય વિદ્યાર્થીઓ પરના હુમલાઓ અને તેમના બાળકોને અમેરિકા મોકલવા અંગે માતા-પિતાની ચિંતા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં તેણે કહ્યું – ચોક્કસપણે જાતિ, લિંગ, ધર્મ અથવા હિંસા માટે કોઈપણ પ્રકારનું બહાનું અમેરિકામાં બિલકુલ સ્વીકાર્ય નથી.

ભારતીયોના મૃત્યુ અને તેમના પરના હુમલાઓ પર એક નજર…
છેલ્લા એક મહિનામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ અને 3 ભારતીય મૂળના લોકોના મોત થયા છે. અન્ય એક ભારતીય વિદ્યાર્થી પર પણ હુમલો થયો હતો.

1. 15 ફેબ્રુઆરી 2024: અમેરિકાના અલબામામાં એક ગુજરાતી મૂળના હોટલ માલિકની ગ્રાહક દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. બંને વચ્ચે રૂમને લઈને ઝઘડો થયો હતો. શેફિલ્ડમાં હિલક્રેસ્ટ હોટલના માલિક પ્રવીણ રાવજીભાઈ પટેલ (76)ની ગયા અઠવાડિયે હત્યા કરવામાં આવી હતી.

શેફિલ્ડ પોલીસ ચીફ રિકી ટેરીએ જણાવ્યું હતું કે હત્યાના આરોપમાં 34 વર્ષના વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરવામાં આવી છે. મૂર હોટલમાં રૂમ ભાડે લેવા આવ્યો હતો અને તે દરમિયાન તેનો પટેલ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ મૂરે પટેલને ગોળી મારી દીધી હતી.


Spread the love

Related posts

હમાસના હુમલા વચ્ચે ઇઝરાયેલને ફ્રાન્સનું સમર્થન દર્શાવવા એફિલ ટાવર પર રોશની કરાઇ,

Team News Updates

પાકિસ્તાને કહ્યું- પાડોશી દેશો પ્રત્યે ભારતનું આક્રમક વલણ:પશ્ચિમી દેશોના પ્રિય છે; કહ્યું- અમને ઓછું માન આપે છે

Team News Updates

VIRUS:ચીનની લેબમાં કોરોના બાદ તૈયાર થયો બીજો ઘાતક વાયરસ,નામ અને કઈ રીતે થયો તૈયાર,જાણો

Team News Updates