અમેરિકામાં ભારતીયોના મોતની ઘટનાઓ વધી છે. આ હુમલાઓ પર વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકામાં જાતિ, લિંગ અથવા અન્ય કોઈ આધાર પર હિંસા સ્વીકાર્ય નથી.
વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમનું વહીવટીતંત્ર આ હુમલાઓને રોકવા માટે પુરા પ્રયાસો કરી રહ્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ
ખરેખરમાં, જોન કિર્બીને ભારતીય વિદ્યાર્થીઓ પરના હુમલાઓ અને તેમના બાળકોને અમેરિકા મોકલવા અંગે માતા-પિતાની ચિંતા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં તેણે કહ્યું – ચોક્કસપણે જાતિ, લિંગ, ધર્મ અથવા હિંસા માટે કોઈપણ પ્રકારનું બહાનું અમેરિકામાં બિલકુલ સ્વીકાર્ય નથી.
ભારતીયોના મૃત્યુ અને તેમના પરના હુમલાઓ પર એક નજર…
છેલ્લા એક મહિનામાં 4 ભારતીય વિદ્યાર્થીઓ અને 3 ભારતીય મૂળના લોકોના મોત થયા છે. અન્ય એક ભારતીય વિદ્યાર્થી પર પણ હુમલો થયો હતો.
1. 15 ફેબ્રુઆરી 2024: અમેરિકાના અલબામામાં એક ગુજરાતી મૂળના હોટલ માલિકની ગ્રાહક દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. બંને વચ્ચે રૂમને લઈને ઝઘડો થયો હતો. શેફિલ્ડમાં હિલક્રેસ્ટ હોટલના માલિક પ્રવીણ રાવજીભાઈ પટેલ (76)ની ગયા અઠવાડિયે હત્યા કરવામાં આવી હતી.
શેફિલ્ડ પોલીસ ચીફ રિકી ટેરીએ જણાવ્યું હતું કે હત્યાના આરોપમાં 34 વર્ષના વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરવામાં આવી છે. મૂર હોટલમાં રૂમ ભાડે લેવા આવ્યો હતો અને તે દરમિયાન તેનો પટેલ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ મૂરે પટેલને ગોળી મારી દીધી હતી.