ગીર અભયારણ્ય અને દેવળીયા પાર્કમાં સિંહ દર્શન માટે ટુરિસ્ટ જીપ્સી વાપરવામાં આવે છે. સરકારની પોલિસી મુજબ આ જીપ્સી વન વિભાગે ગીર અભ્યારણના આસપાસના ગામડાઓના લોકો પાસેથી લેવી,જેથી તેમને રોજગારી મળી રહે. પરંતુ વન વિભાગ દ્વારા ફક્ત જીપ્સી એસોસિએશનને જ જીપ્સીનું એલોટમેન્ટ અપાતા અભ્યારણની આસપાસના ચાર ગામે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ સંદીપ મુંજાસરિયા મારફતે જાહેર ઇતની અરજી દાખલ કરી હતી.
આ અરજીમાં એવી માંગ કરવામાં આવી હતી કે જિપ્સી એસોસિએશનને સરકારની પોલીસી વિરુદ્ધ જીપ્સીનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. જેથી આ એલોટમેન્ટ એ કેન્સલ કરવામાં આવે. અરજદારની આ માંગ સીધી જ જિપ્સી એસોસિએશનના મેમ્બર્સને અસર કરતી હોવાથી તેને હાઇકોર્ટમાં પક્ષકાર તરીકે જોડાવા માટે અરજી કરી છે.
હાઇકોર્ટે જિપ્સી એસોસીએશનના મેમ્બર્સ પાસેથી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને તેમનો એલોટમેન્ટ લેટર માગ્યો હતો. જોકે એસોસિએશનના એડવોકેટ પાસે તે ઉપલબ્ધ ન હોવાથી આવનારા સમયમાં તેને એફિડેવીટ ઉપર તે હાઇકોર્ટમાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે જિપ્સી એસોસિએશન સાથે 191લોકો સંકળાયેલા છે.