News Updates
ENTERTAINMENT

‘દંગલ’ ફેમ બાળ કલાકાર સુહાની ભટનાગરનું નિધન:દવાઓના રિએક્શનથી શરીરમાં પાણી ભરાયું હતું, ફરીદાબાદ એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર

Spread the love

આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’માં બાળ કલાકાર તરીકેની અભિનેત્રી સુહાની ભટનાગરનું માત્ર 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાની છેલ્લા કેટલાક દિવસોથી ફરીદાબાદ એઈમ્સમાં સારવાર લઈ રહી હતી.

થોડા દિવસ પહેલા જ તેને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેની સારવાર માટે તે જે દવાઓ લઈ રહી હતી તેના રિએક્શનને કારણે સુહાનીના આખા શરીરમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે શુક્રવારે સાંજે તેનું મોત થયું હતું.

સુહાનીના અંતિમ સંસ્કાર શનિવારે જ સેક્ટર-15 ફરીદાબાદના અજરૌંદા સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. સુહાનીએ ‘દંગલ’માં આમિર ખાનની નાની દીકરી (જુનિયર બબીતા ​​ફોગટ)ની ભૂમિકા ભજવી હતી.

સુહાની ભટનાગર બોલિવૂડની ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી
તેને આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’ (2016)થી લાઈમલાઈટ મળી. ફિલ્મમાં તેના અભિનયને ખૂબ પ્રશંસા મળી હતી. તે ઘણી ટીવી એડ્સમાં પણ કામ કરી ચૂકી છે.


Spread the love

Related posts

શું ભારત એશિયાડમાં મેડલની સદી ફટકારશે?:એથ્લેટિક્સ, કબડ્ડી અને ક્રિકેટે અપેક્ષાઓ વધારી; દિગ્ગજોએ કહ્યું, ‘આ વખતે 100ને પાર’

Team News Updates

સુશાંત ઈન્ડસ્ટ્રીની રાજનીતિમાં ફસાઈ ગયો હતો-મનોજ:કહ્યું, ‘તે સ્ટાર બનવા માંગતો હતો, પરંતુ પડદા પાછળના રાજકારણને સમજી શક્યો નહીં’

Team News Updates

વિમ્બલ્ડનમાં રમવા પર શંકા: પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ઘૂંટણની ઈજા થઈ

Team News Updates