એલેક્ઝાન્ડર ઝવેરેવને ટેનિસમાં ફ્યુચર સુપર સ્ટાર અને નવા યુગનો રોજર ફેડરર માનવામાં આવે છે. તે તેની રમવાની શૈલી અને લડાયક અભિગમ માટે ફેમસ છે. અત્યારસુધી એક પણ ગ્રાન્ડસ્લેમ ન જીતનાર ઝવેરેવ 2020માં જર્મની માટે ઓલિમ્પિક મેન્સ સિંગલ્સ ટેનિસ ગોલ્ડ જીતનાર પ્રથમ વ્યક્તિ બન્યો હતો. તે ટેનિસ ઇતિહાસના મહાન ખેલાડી રોજર ફેડરરને પોતાનો આઇડલ માને છે. તે દુનિયા સૌથી અમીર એક્ટિવ ટેનિસ ખેલાડીઓમાં એક છે.
એલેક્ઝાન્ડર ઝવેરેવનો જન્મ 20 એપ્રિલ 1997ના રોજ હેમ્બર્ગમાં રશિયન માતાપિતાને ત્યાં થયો હતો. ઝવેરેવે ત્રણ વર્ષની ઉંમરથી ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. ઝવેરેવને તેની માતા ઈરિનાએ ટેનિસની ટ્રેનિંગ આપી હતી. ઝવેરેવનો મોટો ભાઈ મિખાઈલ પણ એક ટેનિસ ખેલાડી છે.
ઝવેરેવની કારકિર્દીમાં બેસ્ટ પરફોર્મન્સમાં 2018 અને 2021 ATP ફાઇનલમાં ટાઇટલ અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રકનો સમાવેશ થાય છે.
ટોક્યો 2020માં એલેક્ઝાન્ડર ઝવેરેવ જર્મની માટે ઓલિમ્પિક મેન્સ સિંગલ્સ ટેનિસ ગોલ્ડ જીતનાર પ્રથમ વ્યક્તિ બન્યો હતો.
એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP) રેન્કિંગમાં એલેક્ઝાન્ડર ઝવેરેવે હાઈએસ્ટ વર્લ્ડ નંબર 2 સ્થાન મેળવ્યું હતું અને જુલાઈ 2017 થી નવેમ્બર 2022 સુધી સતત ટોચના 10માં સ્થાન મેળવ્યું હતું.
એલેક્ઝાન્ડર ઝવેરેવે સિંગલ્સમાં 20 અને ડબલ્સમાં 20 ATP ટૂર ટાઇટલ જીત્યા છે અને તે 2020 યુએસ ઓપનમાં ફાઇનલમાં પહોંચ્યો હતો.
વર્ષ 2016ના અંતમાં ઝ્વેરેવે મારિન સિલિક અને રોજર ફેડરરને હરાવી તેની કારકિર્દીનું પ્રથમ ATP ટાઇટલ જીત્યું હતું અને રેન્કિંગમાં ટોચના 20માં સ્થાન મેળવ્યું હતું.
વર્ષ 2017માં ઝવેરેવે બે માસ્ટર્સ ટાઇટલ જીત્યા હતા અને વર્લ્ડ નંબર 3 રેન્ક મેળવ્યો હતો. ઝવેરેવે 2018 અને 2019માં જર્મન ATP ટૂર ફાઇનલ્સ જીત્યો હતો અને 2020માં વિશ્વના ટોચના 10 ખેલાડીઓમાં સામેલ હતો.
ઝવેરેવ વર્ષ 2020માં પ્રથમવાર ગ્રાન્ડસ્લેમ સેમિફાઇનલમાં અને ફાઇનલમાં પહોંચ્યો હતો. યુએસ ઓપન ફાઇનલમાં ડોમિનિક થિમને તેણે હરાવ્યો હતો અને તે પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીતવાથી ચૂકી ગયો હતો.
એલેક્ઝાન્ડર ઝ્વેરેવની ગર્લફ્રેન્ડનું નામ સોફિયા થોમલા છે, જે એક ફેમસ જર્મન મોડલ અને ટીવી એન્કર છે.
ઝવેરેવ હજી સીધું એક પણ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી શક્યો નથી. છતાં તે સૌથી વધુ પ્રાઇઝ મની જીતનાર ખેલાડીઓની લિસ્ટમાં સાતમાં ક્રમે છે. તેણે 300 કરોડ પ્રાઇઝ મની ટેનિસ ટુર્નામેન્ટમાં રમી જીતી છે.