News Updates
AHMEDABAD

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા:અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી

Spread the love

ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે એ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

દરિયાકાંઠે 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ માટે હવામાનની વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દરિયાકાંઠના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાને લઈને આવતીકાલથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે પવનથી ઊંચાં મોજાં પણ ઊછળી શકે છે, એટલે લોકોએ દરિયાકિનારે સાવચેતી રાખવી જરૂરી છે.

વલસાડ, તાપી, ડાંગમાં પડી શકે વરસાદ
સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બીજી બાજુ, આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતનાં શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

સાબરકાંઠા, પાટણ, જામનગરમાં આગાહી
આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.


Spread the love

Related posts

ગુજરાતમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર!:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં સાર્વત્રિક વરસાદ; જૂનાગઢમાં 10.5 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં; ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

વડાપ્રધાનની ડીગ્રી માગવાનો વિવાદ:ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસ, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે મેટ્રો કોર્ટના સમન્સ રદ કરાવવા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

Team News Updates