દિગંબર મુનિ પરંપરાના આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહારાજે શનિવારે રાત્રે 2.35 વાગે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરિ તીર્થ ખાતે દેહ છોડ્યો હતો.
પૂર્ણ જાગૃતિની સ્થિતિમાં, તેમણે આચાર્ય પદનો ત્યાગ કર્યો અને 3 દિવસ માટે ઉપવાસ કર્યા અને અખંડ મૌન પાળ્યું હતું, ત્યારબાદ તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યા હતો.
તેમના નિધનના સમાચાર મળતા જ જૈન સમાજના લોકો ડોંગરગઢમાં ભેગા થવા લાગ્યા છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 1 કલાકે કરવામાં આવશે.
ગયા વર્ષે 5 નવેમ્બરે પીએમ મોદીએ ડોંગરગઢ પહોંચીને મુનિ શ્રીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જીના આશીર્વાદ મેળવીને હું ધન્યતા અનુભવું છું.