News Updates
BUSINESS

પંપ બનાવતી આ કંપનીને મળ્યો કરોડોનો ઓર્ડર, શેર માર્કેટ ખુલતાની સાથે જ આ સ્ટોક પર રાખો નજર

Spread the love

પંપ અને કોમ્પ્રેસર બનાવતી સ્મોલ કેપ કંપની શક્તિ પંપને અઠવાડિયાના અંતેમાં મોટો ઓર્ડર મળ્યો છે.શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યુ છે કે તેને હરિયાણા રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ એટલે કે HAREDA તરફથી મોટો ઓર્ડર મળ્યો છે.

શક્તિ પંપ લિમિટેડ મુખ્યત્વે વિવિધ પ્રકારના પંપ અને મોટર્સનું ઉત્પાદન કરતી કંપની છે.આ કંપની સિંચાઈ, બાગાયત, ઘરેલું પાણી પુરવઠો, વાણિજ્યિક અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ જેવી વિશાળ શ્રેણી માટે અદ્યતન પાણીના પંપ સોલ્યુશન્સ પણ બનાવે છે. તેની બ્રાન્ડ “શક્તિ” ને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સારો પ્રતિસાદ મળ્યો છે.

શક્તિ પંપ નામની પંપ અને કોમ્પ્રેસર બનાવતી કંપનીને હરિયાણા રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ તરફથી મોટો ઓડર મળ્યો છે. આ મલ્ટિબેગર સ્ટોક છે, જેણે એક મહિનામાં 30 ટકા અને એક વર્ષમાં 230 ટકા વળતર આપ્યું છે.શક્તિ પંપને HAREDA તરફથી 84.30 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.

શક્તિ પંપ કંપનીને KUSUM-3 યોજના હેઠળ 2443 પંપનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ 90 દિવસની અંદર આ સોલર પંપને સપ્લાય, ઇન્સ્ટોલ કરવાના છે. આ સ્ટોક છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી સતત ઘટાડા સાથે બંધ થઈ રહ્યો છે. આ ઘટાડામાં તેમાં 10% સુધારો થયો છે. આવી સ્થિતિમાં, આ ઓર્ડરના સમાચાર ખરીદદારોની ભાવનાને મજબૂત બનાવશે.

કંપનીએ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં Q3 પરિણામો જાહેર કર્યા હતા. વાર્ષિક ધોરણે આવકમાં 57.7%, EBITDAમાં 224.2%, Ebitda માર્જિનમાં 735 bps અને ચોખ્ખા નફામાં 301.8% વૃદ્ધિ જોવા મળી હતી. પરિણામોની સાથે મેનેજમેન્ટે કહ્યું હતું કે અમારી પાસે હાલમાં 2250 કરોડ રૂપિયાના ઓર્ડર છે જે આગામી 21 મહિનામાં પૂરા કરવાના છે.

શક્તિ પંપ કંપનીની વર્તમાન માર્કેટ વેલ્યુ 2,538 કરોડ છે. તેમજ તેનું દેવુ હાલમાં 136 કરોડ રુપિયા છે. શક્તિ પંપ કંપનીના એક શેરની ફેસ વેલ્યુ 10 રુપિયા છે. 23-2-2024ના રોજ એક શેરની કિંમત 1381 રુપિયા હતી. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)


Spread the love

Related posts

તમારી લોન સસ્તી થઈ કે મોંઘી? કરો એક નજર નવા વ્યાજ દર ઉપર

Team News Updates

Kia​​​​​​​ સોનેટનું ફેસલિફ્ટ ટીઝર રિલીઝ:14 ડિસેમ્બરે નવી ડિઝાઈન સાથે સબ-4 મીટર એસયુવી થશે અનવિલ, ટાટા નેક્સનને આપશે ટક્કર

Team News Updates

કોલિંગનું નવું ફીચર વોટ્સએપ પર આવી રહ્યું છે,વ્યક્તિ કોલ પર હોય ત્યારે નવો કોલ હાઈલાઈટ થયેલો દેખાશે, જાણો તમારે શું કરવાનું છે

Team News Updates