News Updates
BUSINESS

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરે રોકાણકારોને રડાવ્યા! IPO ના ભાવથી સ્ટોકમાં આવ્યો 17 ટકાનો ઘટાડો

Spread the love

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના IPO નું શેરબજારમાં નબળી શરૂઆત સાથે લિસ્ટિંગ થયું હતું. આઈપીઓમાં શેરના ભાવ 468 રૂપિયા હતા. શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 8 ટકા ડિસ્કાઉન્ટ સાથે NSE પર 430.25 પર લિસ્ટ થયો હતો. BSE પર શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 7 ટકા નીચા ભાવ 435 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

કેપિટલ લોકલ એરિયા બેંકની શરૂઆત વર્ષ 2000 માં થઈ હતી. બેંક જલંધર, કપૂરથલા અને હોશિયારપુર સહિત પંજાબના કેટલાક જિલ્લાઓમાં કાર્યરત હતી. ત્યારબાદ વર્ષ 2013 પછી બેંકે તેની કામગીરી લુધિયાણા અને અમૃતસર સુધી વિસ્તારી હતી. જૂન 2016 સુધીમાં બેંક તેની 76 શાખાઓ સાથે કાર્યરત છે.

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેંકનો IPO 7 ફેબ્રુઆરીએ લોન્ચ થયો હતો. જેમાં પ્રાઈસ બેન્ડ 445 થી 468 રૂપિયા હતો. બેંક પબ્લિક ઈસ્યુ દ્વારા 523.07 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. IPO માં હાલના શેરધારકો પાસેથી 73.07 કરોડ રૂપિયાના 15,61,329 શેરના OFS સાથે 450 કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના IPO નું શેરબજારમાં નબળી શરૂઆત સાથે લિસ્ટિંગ થયું હતું. આઈપીઓમાં શેરના ભાવ 468 રૂપિયા હતા. શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 8 ટકા ડિસ્કાઉન્ટ સાથે NSE પર 430.25 પર લિસ્ટ થયો હતો. BSE પર શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 7 ટકા નીચા ભાવ 435 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

આજે 29 ફેબ્રુઆરીના રોજ કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેર 13.75 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર શેર 3.45 ટકાના ઘટાડા સાથે 384.40 રૂપિયા પર બંધ થયો હતો. શેરે છેલ્લા 5 દિવસમાં -9.66 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો 41.10 રૂપિયાનો ઘટાડો થયો છે. થાય છે. લિસ્ટિંગથી આજ દિવસ સુધીમાં 11.63 ટકાનો ઘટાડો થયો છે.

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના IPO માં શેરનો ભાવ 468 રૂપિયા હતો. આજે શેરનો ભાવ 384.40 રૂપિયા છે. આજના ભાવ પ્રમાણે આઈપીઓના ભાવથી શેરમાં 468 – 384.40 = 83.6 રૂપિયાનો ઘટાડો થયો છે. જો આપણે ટકામાં ગણતરી કરીએ તો તે અદાંજે 17.86 ટકાનો ઘટાડો 16 દિવસમાં થયો છે.


Spread the love

Related posts

Adani Groupનું આ પગલું રોકાણકારોને કરી દેશે માલામાલ,વિશ્વાસ કેળવવા 2.65 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો

Team News Updates

વધુ બે કંપનીઓએ શેરબજારમાં પ્રવેશ કર્યો, JSW Infraએ રોકાણકારોને માલામાલ તો Vaibhav Jewellersએ નિરાશ કર્યા

Team News Updates

કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ આજે ભારતમાં લોન્ચ થશે:એડીએએસ અને હાઇટેક ફીચર્સ સાથે આવશે એસયુવી, ગ્રાન્ડ વિટારા અને ક્રેટા સાથે સ્પર્ધા કરશે

Team News Updates