News Updates
AHMEDABAD

શિક્ષણલક્ષી બે યોજનાનો CM હસ્તે પ્રારંભ:ધો. 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને રૂ. 50 હજાર, તો ધો. 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેનારને રૂ.25 હજારની સહાય ચૂકવાશે

Spread the love

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત 1500 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજનાઓમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’નો સમાવેશ થાય છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવશે. તો વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર સ્કૂલોમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે, તે ઘટાડી શકાશે.

રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાશે
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત 1500 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજનાઓમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’નો સમાવેશ થાય છે. આ યોજનાથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે તે ઘટાડી શકાશે.

ધો. 9થી 12 પાસ કરનાર દરેક કન્યાઓને 50 હજારની સહાય
અમદાવાદ ઘાટલોડિયામાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બંને યોજનાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ હાજર રહ્યા હતા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે.

નમો લક્ષ્મી યોજના માટે રૂ.1250 કરોડની જોગવાઈ
યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે. આ યોજનાથી ધોરણ 9થી 12માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે. તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે, જેનાથી કન્યા સશક્તિકરણ થશે. નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ 2024-25માં અંદાજિત રૂ.1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ધો.11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર 25 હજારની સહાય
2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન સ્કૂલો અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર સ્કૂલોમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે.

15 લાખ વિદ્યાર્થીઓને સીધા DBTથી નાણાકીય સહાય મળશે
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25માં રૂ. 250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના કારણે દર વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને સીધા DBTથી નાણાકીય સહાયનો લાભ મળશે.


Spread the love

Related posts

10 લાખ ભક્તોએ નિશુલ્ક ભોજન-પ્રસાદ લીધો વિશ્વ ઉમિયાધામના ભોજનાલયમાં

Team News Updates

ત્રણ ગોલ્ડ મેડળ મેળવ્યા,પ્રોફેસર ડો.કિંજલ પટેલે 40 વર્ષથી વધુ વયજૂથની સ્પર્ધામાં  સ્વિમિંગ ચેમ્પિયનશીપ રાજ્ય કક્ષાની

Team News Updates

ઠગોના ટાર્ગેટ પર સૌથી વધુ અમદાવાદી અને સુરતીઓ:ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની છેતરપિંડી, અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા

Team News Updates