News Updates
JUNAGADH

બાટવાના પાજોદ ગામ પાસે બેફામ કારે બાઇક સવાર 3 યુવકોને ફંગોળ્યા, ત્રણેય મિત્રના મોત

Spread the love

જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.એક ઇકો ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો.આ ઘટના સમયે એક જ બાઇક પર ત્રણ મિત્રો સવાર હતા.કાર તેજ ગતિથી આવી હતી અને બાઇકને ટક્કર લગાવી હતી.

જૂનાગઢમાં ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ કારચાલકે એક બાઇકને અડફેટે લીધી હતી.આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવકોના મોત થયા છે. મૃતક ત્રણેય યુવકો મિત્ર હોવાનું સામે આવ્યુ છે.

બાટવાના પાજોદ ગામ પાસે સર્જાયો અકસ્માત

જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.એક ઇકો ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો.આ ઘટના સમયે એક જ બાઇક પર ત્રણ મિત્રો સવાર હતા.કાર તેજ ગતિથી આવી હતી અને બાઇકને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ત્રણેય યુવક મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ત્રણેય યુવકોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હિટ એન્ડ રનની ઘટના હોવાનું અનુમાન

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણેય યુવકોના મોત થયા છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જૂનાગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે ઇકો કાર ચાલકે કેવી રીતે અકસ્માત સર્જ્યો અને ખરેખર કોની ક્ષતિ હતી તે દિશામાં તપાસ શરુ કરી છે. પોલીસે અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસને પ્રાથમિક રીતે આ હિટ એન્ડ રનની ઘટના હોવાનું લાગી રહ્યુ છે.

આ ઘટનામાં ત્રણ યુવાનોના એક સાથે મૃત્યુ થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પરિવારજનોએ ઇકો વાન ચાલકને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે.

મૃતકના નામ

  1.  ભરત નગભાઈ મોરી (ઉંમર- 16, રહે. બાટવા)
  2.  પરેશ પરબતભાઈ રામ (ઉંમર-25, રહે. બાટવા)
  3.  હરદાસભાઈ કાળાભાઈ ઓડેદરા (ઉમર-30 રહે. માણાવદર)

Spread the love

Related posts

JUNAGADH:જાહેરમાં છરીના ઘા માત્ર 500 રૂપિયા માટે યુવકને રહેંસી નાખ્યો, પૈસાની લેતીદેતી મામલે પાડોશીઓ વચ્ચે બબાલ

Team News Updates

24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત:જૂનાગઢમાં દાંડિયાં રમતાં રમતાં યુવક કોચિંગ ક્લાસમાં ઢળી પડ્યો, સ્થાનિકોએ પ્રાથમિક સારવાર આપી પણ જીવ ન બચ્યો

Team News Updates

Junagadh:જૂનાગઢ પંથકમાં ચાર મિનિટમાં ભૂકંપના બે આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, તાલાળા નજીક કેન્દ્રબિંદુ નોંધાયું

Team News Updates