રોપ-વે શરૂ થતા લોકો ભવનાથ ફરવા દૂર દૂરથી રોપ-વેની સફર માટે આવે છે. અને માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શને આવે છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ અહીં આવતા દિવસે ને દીવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે છે . ઘણા લોકો સીડી તેમજ રોપ-વે મારફત ગિરનાર પર્વત પર જતા હોય છે .પરંતુ આજ વહેલી સવારે ભારે પવન ફૂંકાતા અને રોપવે બંધ રખાયો છે.
જેને લઇ ગિરનાર રોપ વે મારફત જનારા પ્રવાસીઓમાં હેરાન પરેશાન જોવા મળ્યા હતા. દૂર દૂર થી આવતા પ્રવાસીઓ રોપ-વે મારફત ગિરનાર પર્વત પર જવા માટે ઓનલાઇન ટિકિટ નું બુકિંગ કરાવી આવતા હોય છે જેને લઇ આજે વહેલી સવારથી જ રોપવે બંધ રહેતા પ્રવાસીઓ રોપવે શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ઉષા બ્રેકો કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો વાતાવરણ પહેલાની જેમ સામાન્ય થઈ જશે તો રોપવે શરૂ કરવામાં આવશે. જણાવ્યું હતું કે વિકી જાદવે જણાવ્યું હતું કે અમે લોકો પરિવાર સાથે ગુજરાતમાં ફરવા માટે આવ્યા હતા ત્યારે ભવનાથ ખાતે આવતા વાવાઝોડાના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યો છે તેવું જાણવા મળ્યું હતું.