News Updates
RAJKOT

જસદણ ખાતે મતદાન જાગૃતિ અર્થે પોસ્ટર સ્પર્ધા યોજાઇ

Spread the love

રાજકોટ તા. ૨૬ માર્ચ – લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મતવિસ્તારમાં તા. ૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ઠેર-ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.


જે અન્વયે જસદણ શહેરમાં રાજકોટ અધિક કલેટર અને સ્વીપના નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ શ્રી શિવમ સ્કુલમાં મતદાન જાગૃતિ અર્થે પોસ્ટર સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિને લગતા પોસ્ટર બનવવામાં આવ્યા અને સ્કુલના આજુબાજુના વિસ્તારમાં રેલી સ્વરૂપે મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી જયેશભાઈ ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ અને શાળાના સંચાલકશ્રી હિતેશભાઈ રામાણી અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.


Spread the love

Related posts

રાજકોટ: “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” સેમીનારનું ભવ્ય આયોજન

Team News Updates

હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો:રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે 1 જુલાઈથી ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે

Team News Updates

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતો માટે કમોસમી વરસાદમાં પાક નુકસાની અંગે વિશેષ પેકેજ જાહેર

Team News Updates