News Updates
RAJKOT

RAJKOT: ખેડૂતો-વેપારીઓને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા,ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓની મોટી આવક શરૂ રાજકોટમાં

Spread the love

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં આજે હરાજીની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો ચણા, ધાણા અને ઘઉં સહિતની જણસીઓ લઈને આવી પહોંચતા યાર્ડ બહાર 1200થી વધુ વાહનોની લાઈનો લાગી હતી. જોકે યાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને હરાજી પ્રક્રિયા સારી રીતે થઈ શકે તે માટે તબક્કાવાર વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મબલખ આવકને પગલે યાર્ડમાં ઘઉંનાં ઢગલા જોવા મળ્યા હતા.

મળતી માહિતી અનુસાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી શિયાળુ પાકની સીઝન બરાબર જામી છે. જોકે વચ્ચે માર્ચ એન્ડિંગની દસેક દિવસની રજાઓ આવી જતાં ખેડૂતો યાર્ડ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે યાર્ડ ખુલતા પહેલા જ ખેડૂતો વહેલી સવારથી વિવિધ જણસીઓ લઈને યાર્ડ ખાતે આવી પહોંચતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. 1200 કરતા વધુ વાહનોની લાંબી લાઈનો લાગતા ઘઉં, ચણા અને ધાણાની મબલખ આવક નોંધાઈ હતી.

યાર્ડનાં ચેરમેન જયેશ બોધરાનાં જણાવ્યા અનુસાર હાલ માર્કેટ યાર્ડમાં શિયાળુ કૃષિ પેદાશોની સીઝન જોવા મળી રહી છે. દરરોજ મોટા પ્રમાણમાં જણસીઓની આવક થઈ રહી છે. આ દરમિયાન આજે માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં ઘઉં, ચણા અને ધાણાની આવકોનો પ્રારંભ કરાયો હતો. આવક છૂટ આપવાની સાથે જ ખેડુતોએ માલના ખડકલા કરી દીધા હતા અને આજે ઘઉં, ચણા તેમજ ધાણાની મોટી આવક નોંધાઈ હતી. આ તકે ખેડૂતો તેમજ વેપારીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે માત્ર વાહનોને પ્રવેશ આપી જણસીઓની ઉતરાઈ કરવામાં આવી હતી. જોકે યાર્ડમાં આવતીકાલથી હરાજી-વેપાર શરૂ થવાના છે. આજે સેંકડો- હજારો મણ ઘઉં-ચણા અને ઘાણા સહિતની જણસીઓ આવી જતા રેકોર્ડબ્રેક માત્રામાં વેપાર થવાનો અંદાજ છે. આવતીકાલે હરરાજી થાય ત્યારે ભાવ જાણવા મળશે.


Spread the love

Related posts

સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે રાજકોટમાં દેશનું:મંદિરથી લઈ દવાખાના સુધી સુવિધા,300 કરોડના ખર્ચે 11 માળની 7 બિલ્ડિંગમાં 1400 રૂમ, 5100 વડીલોની નિઃશુલ્ક સેવા કરાશે

Team News Updates

રિક્ષાગેંગ ફરી સક્રિય રાજકોટમાં:બહેનના ઘરે જવા રિક્ષામાં બેઠા મેંદરડાના યુવક,40 હજારની રોકડ સેરવી લીધી ગઠિયાઓ બેગમાંથી

Team News Updates

રાજકોટની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7480 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Team News Updates