News Updates
RAJKOT

RAJKOT:કીર્તિદાનનાં ડાયરા સહિતનાં આયોજનો, મટકી ફોડ સ્પર્ધા ,મનપા દ્વારા દિવાળીની જેમ રોશનીથી શણગાર કરાશે,રાજકોટમાં જન્માષ્ટમી કાર્નિવલ

Spread the love

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને ખાસ જન્માષ્ટમી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના ત્રણે ઝોન હેઠળ આવતા મુખ્ય વિસ્તારોમાં રોશનીથી ઝળહળાટ કરવામાં આવશે. સાથે મહાપાલિકા દ્વારા મટકી ફોડ સ્પર્ધા તેમજ સુપ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિતના કલાકારોનાં લોક ડાયરા જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીમાં સૌપ્રથમ વખત મટકી ફોડ સ્પર્ધા સહિતના અન્ય ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ, આગામી જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં પ્રથમવાર જન્માષ્ટમી કાર્નિવલ જેવી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં તા.24 થી તા.28 સુધી શહેરના બધા ઝોનમાં આવેલ મુખ્ય સર્કલને લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવનાર છે. તા. 26ના જન્માષ્ટમી પર સૌપ્રથમ વખત મનપા દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ અંતર્ગત તા.24ના શનિવારે ‘હર હર મહાદેવ શિવ આરાધના’ કાર્યક્રમ પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે યોજાશે.

આ ઉપરાંત તા.25ના રોજ લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા ‘લોકડાયરો’ પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે યોજાશે. તા.26ના રોજ શહેરમાં મટકી ફોડ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર 1થી 5 વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. મટકી ફોડ કાર્યક્રમ માટે તા. 23 ઓગષ્ટ સાંજે 6 વાગ્યા સુધી ફોર્મ વિતરણ ઓનલાઇન www.rmc.gov.in પર અને ઓફલાઇન તમામ વોર્ડ ઓફીસ તેમજ સાંસ્કૃતીક વિભાગ, સેંટ્રલ ઝોન ખાતે વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીનાં તહેવારોનું રાજકોટમાં ખાસ મહત્વ હોય છે. શહેરના રેસકોર્સ ખાતે લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરના લોકો પણ ઉમટી પડતા હોય છે. ત્યારે લોકો વધુ સારી રીતે તહેવારને માણી શકે તે માટે આ વખતે મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી કાર્નિવલ યોજવામાં આવનાર છે. જે અંતર્ગત ખાસ તા. 24થી 28 ઓગષ્ટ ઠેર-ઠેર રોશનીનો શણગાર કરવામાં આવશે. તેમજ લોક ડાયરા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. એટલું જ નહીં સૌ પ્રથમવાર મટકી ફોડ સ્પર્ધાનું પણ આયોજન કરાયુ છે. જેને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


Spread the love

Related posts

700થી વધુ વાહનોનો ખડકલો ,વાહનોની 8 KM લાંબી લાઈનો;રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર,મગફળીની સૌથી વધુ 1.10 લાખ ગુણીની આવક

Team News Updates

મિશ્રઋતુમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુનો 1, શરદી-ઉધરસ-તાવના 316 અને ઝાડા-ઉલટીનાં 102 કેસ નોંધાયા

Team News Updates

32 વીઘા જમીનની ખરીદી ન્યારી નદી કાંઠે જશવંતપુરમાં 550 કરોડના ખર્ચે ઉમિયા માતાજી મંદિર, શિક્ષણધામ બનશે,રાજકોટ જિલ્લામાં ઉમિયાધામ નિર્માણ

Team News Updates