માર્ચમાં વાર્ષિક ધોરણે કુલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે. આ અત્યાર સુધીનું બીજું સૌથી વધુ માસિક કલેક્શન છે. આના કારણે સરકારની કુલ આવકમાં 11.7%નો ઉછાળો આવ્યો છે, જેના કારણે સમગ્ર નાણાકીય વર્ષ માટે કલેક્શન વધીને 20.14 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન, વાર્ષિક ધોરણે 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયે આજે સોમવારે જણાવ્યું હતું કે, ઘરેલુ વ્યવહારોમાં વધારો થવાને કારણે માર્ચમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન વધ્યું છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ બીજો માસિક ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન છે. એપ્રિલ 2023માં અત્યાર સુધીનું સૌથી વધુ 1.87 લાખ કરોડ રૂપિયાનું ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન નોંધાયું હતું.
માર્ચમાં કલેક્શનમાં વધારા સાથે, સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 20.14 લાખ કરોડ રૂપિયા થવા પામ્યું છે. જે પાછલા નાણાકીય વર્ષ 2022-23 કરતાં 11.7 ટકા વધુ છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું, જે એક વર્ષ અગાઉ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ હતું.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માર્ચ 2024 માટે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની કુલ આવકમાં વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયાનું બીજીવાર સૌથી વધુ આવક થવા પામી હતી. સ્થાનિક વ્યવહારોમાં 17.6 ટકાના વધારાને કારણે કર વસૂલાતમાં આ ઉછાળો નોંધાયો હતો. માર્ચ મહિનામાં રિફંડ ચૂકવ્યાં પછી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની ચોખ્ખી આવક રૂ. 1.65 લાખ કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 18.4 ટકા વધુ છે.
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સએ જાન્યુઆરીમાં કેન્દ્ર સરકાર પર નાણાંની વર્ષા કરી હતી. જાન્યુઆરી 2024માં સરકારનું કુલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 1,72,129 કરોડ રૂપિયા હતું. જે જાન્યુઆરી 2023માં રૂ. 1,55,922 કરોડના કલેક્શન કરતાં 10.4 ટકા વધુ હતું. નાણાકીય વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરી વચ્ચે સરકારનું ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 11.6 ટકા વધીને 16.69 લાખ કરોડ રૂપિયા થયું હતું. જ્યારે અગાઉના નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં સરકારનું ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 14.96 લાખ કરોડ રૂપિયા હતું.