News Updates
AHMEDABAD

બપોરે રહેશે  100 traffic signals બંધ,અમદાવાદમાં હવે traffic signals પર તાપમાં શેકાવુ નહીં પડે

Spread the love

ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવરજવર કરે છે, તેમજ પોલીસ જવાનો પણ ભર બપોરે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા સમયે હવે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને મુશ્કેલી સહન ના કરવી પડે તે માટે બપોરના સમયે અમુક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડવાનું પણ શરૂ પણ થઈ ચૂક્યું છે. બપોરના સમયે રસ્તા પર અવરજવર કરતા વાહન ચાલકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, તો સાથે જ રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને પણ ભારે ગરમી સહન કરવી પડી રહી છે. વાહન ચાલકો તેમજ ટ્રાફિક જવાનોને કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

જેમ જેમ ગરમીની ઋતુ આગળ વધતી જાય છે તેમ તેમ કાળઝાળ ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ ગરમીનું સૌથી ઊંચું તાપમાન ધરાવે છે. આવા સમયે રસ્તા પર અવરજવર કરતા લોકો, વાહનચાલકો તેમજ ટ્રાફિકની નોકરી કરતા પોલીસ જવાનોને ખૂબ મુશ્કેલી સહન કરવી પડી રહી છે.

ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવરજવર કરે છે, તેમજ પોલીસ જવાનો પણ ભર બપોરે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા સમયે હવે ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને મુશ્કેલી સહન ના કરવી પડે તે માટે બપોરના સમયે અમુક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી વાહન ચાલકોને તડકામાં ઉભું પડે નહીં.

સમગ્ર અમદાવાદમાં ટ્રાફિકના નિયમન માટે 305 જેટલા સિગ્નલો મૂકવામાં આવેલા છે. જેમાંથી 285 જેટલા સિગ્નલો કાર્યરત છે. જે પૈકી 100 સિગ્નલોને ઉનાળા દરમિયાન બપોરના 12 થી 4 વાગ્યાના સમયે બંધ રાખવામાં આવશે એટલે કે આવા સિગ્નલોને બ્લીન્કીંગમાં મૂકવામાં આવ્યા છે. આ 100 સિગ્નલ ઉપર વાહન ચાલકોએ ટ્રાફિક નિયમન માટે સિગ્નલ પર ઊભું રહેવું પડશે નહીં. જેને કારણે વાહન ચાલકોને ગરમીથી પણ રાહત મળશે.

આ ઉપરાંત વધારે ટ્રાફિક ધરાવતા અન્ય સિગ્નલોનો સમય 50% સુધી ઓછો કરી દેવામાં આવ્યો છે જેથી વાહન ચાલ લોકોને વધુ સમય તડકામાં ઊભું પડશે નહીં. આ ઉપરાંત ટ્રાફિક વિભાગ જે સિગ્નલો ચાલુ હશે ત્યાં ચાર રસ્તા પર તાલપત્રી અથવા તો મંડપ બાંધવા માટે પણ વિચારણા કરી રહી છે. જેથી કરીને વાહન ચાલકો જેટલી વાર સિગ્નલ ખોલવાની રાહ જોવે તે સમયે તેમને ગરમી લાગે નહીં. જે અંગે પણ આવનારા સમયમાં ટ્રાફિક વિભાગ નિર્ણય લઈ શકે છે.

જે રીતે તંત્ર દ્વારા લોકોની મુશ્કેલીઓને ધ્યાન પર લેવાય છે તેવી જ રીતે ગરમીમાં રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે પણ કોર્પોરેશનની મદદથી ટ્રાફિક પોલીસ દ્વારા ડીહાઈડ્રેશન થાય નહિ તેના માટે ખાસ પાઉચ આપવામાં આવ્યા છે. જે પીવાથી ગરમી સામે રક્ષણ મળી શકે છે. આ ઉપરાંત સામાન્ય નાગરિકો પણ જરૂર જણાય ત્યારે આ પાઉચ ટ્રાફિક પોલીસ પાસેથી મેળવી શકે છે. જેને કારણે વધુ પડતી ગરમીથી રાહત મળી શકશે. 


Spread the love

Related posts

ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે:અમદાવાદના વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ, રમકડાની બેટરી બ્લાસ્ટ થતા 3 ફાયરકર્મી દાઝ્યા

Team News Updates

665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરી રાજ્ય સરકારે ;ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે  12થી વધુ રોગની,717થી વધીને 1382 થઈ એસેન્સિયલ ડ્રગ લીસ્ટની દવાઓ

Team News Updates

વરરાજાને જામીન નહિ:08 લાખ રૂપિયા આપી 15 વર્ષની સગીરા સાથે કર્યા લગ્ન, રાજસ્થાનના આરોપીએ હાઇકોર્ટે કહ્યું તમે છોકરી ખરીદી છે

Team News Updates