News Updates
EXCLUSIVEGUJARAT

EXCLUSIVE: ભાજપને JUNAGADHમાં મુશ્કેલી કરાવશે કોંગ્રેસનાં આ લોકનાયક..

Spread the love

લોકસભા-૨૦૨૪માં જુનાગઢ ભાજપનાં ઉમેદવાર સામે રઘુવંશી સમાજનો રોષ યથાવત

ભાજપ ઉમેદવાર નહિ બદલે અને મતદારો મિજાજ નહિ બદલે તો પરીવર્તનની પ્રબળ શક્યતા

જુનાગઢ : લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ ચુકી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વની ગણાતી જુનાગઢ લોકસભા બેઠક પર જ્ઞાતિ જાતિનું ગણિત રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે ચોગઠા ગોઠવતા હોય છે. પાછલી બે ચૂંટણીથી ભાજપ અને કોંગ્રેસ કોળી જ્ઞાતિના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારીને વિજેતા થવાનો દાવ ખેલ્યો હતો જેમાં ભાજપને સફળતા મળી છે. પરંતુ કોઈ પણ રાજકીય પક્ષ જ્ઞાતિ જાતિના ગણિતને દર કિનાર કરીને કોળી જ્ઞાતિ સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારને પસંદ કરે તો ચૂંટણીમાં વિજયની શક્યતાઓ વધી જાય છે.

ઉમેદવારોમાં જ્ઞાતિ જાતિના ગણિત : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આવા સમયે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવાને લઈને જ્ઞાતિ જાતિના ગણિત પર સૌથી વધારે નિર્ભર જોવા મળે છે. પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારો પર પસંદગી ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી. જેમાં ભાજપ સફળ રહ્યું અને પાછલા બે ચૂંટણીથી ભાજપએ જાહેર કરેલો કોળી ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યો છે. પરંતુ જુનાગઢ લોકસભા બેઠકમાં કોળી મતદારોને બાદ કરીને અન્ય મતદારો પણ ખૂબ જ નિર્ણાયક જોવા મળે છે. માત્ર જ્ઞાતિ જાતિના સમીકરણ યોગ્ય રીતે બેસાડવામાં આવે તો કોળી જ્ઞાતિ સિવાયનો ઉમેદવાર પણ જુનાગઢ લોકસભા બેઠક જીતીને સંસદ સુધી પહોંચવામાં સફળ બની શકે છે.

જુનાગઢ સીટ પર જ્ઞાતિ જાતિના ગણિત : જુનાગઢ લોકસભા બેઠક 200 km ના સીધા પટ્ટામાં વિસ્તરેલી લોકસભા બેઠક છે. અહીં કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. પરંતુ સાથે સાથે લઘુમતી દલિત આહીર પાટીદાર અને બક્ષી પંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. કોઈ પણ રાજકીય પક્ષ કોળી સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે તો પાર્ટીના 10 ટકા મતની સાથે પાટીદાર દલિત અને મુસ્લિમ સમીકરણ સર્જાય તો કોળી જ્ઞાતિના સૌથી વધારે મત હોવા છતાં પણ કોળી જ્ઞાતિનો ઉમેદવાર જુનાગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી શકે છે.

કોંગ્રેસનાં ઉમેદવારની મજબૂતી ભાજપ માટે ચિંતાનો વિષય બનશે??

ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પોતાના મજબુત ઉમેદવાર હીરાભાઈ જોટવાને પર પસંદગી કરવામાં આવી છે. રાજકીય વિશ્લેષકોનાં કહેવા અનુસાર, ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકશે કેમ કે, હીરાભાઈ જોટવાનો લોકસંપર્ક ખુબ સારો દેખાઈ રહ્યો છે અને પોતે આહીર સમાજમાંથી આવતા હોવા છતાં દરેક સમાજ સાથે સારા સબંધો ધરાવે છે તથા ખાસ હાલની પરિસ્થિતિમાં જુનાગઢ બેઠક પર અતુલ ચગ પ્રકરણ પણ કોંગ્રેસને ફાયદો કરાવશે તેવી વાત ચર્ચાઈ રહી છે.


Spread the love

Related posts

ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃSHREE KHODALDHAM મંદિરે નવ દિવસ ધામધૂમથી ઉજવાશે ચૈત્રી નવરાત્રિ

Team News Updates

RAJKOT: આપનાં નેતાની વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી, પોલીસે સકંજામાં લીધો

Team News Updates

પાંજરાપોળના હચમચાવી નાખતા દૃશ્યો:અનેક ગાયો તરફડતી જોવા મળી, પાંજરાપોળની બાજુમાં ફેંકી દેવાયેલા મૃતદેહના અવેશેષો મળ્યા; સંચાલક પર ગૌરક્ષકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Team News Updates