News Updates
GIR-SOMNATHGUJARAT

દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા ની પાવન પોથીજી સાથે પૂ.મોરારીબાપૂ સોમનાથ પહોચ્યા.

Spread the love

આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંત્રોચ્ચાર દ્વારા તીર્થપૂરોહિતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

પૂ.બાપુ એ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી,

રૂદ્રાક્ષમાળા અને પ્રસાદ આપી પૂ.બાપુ નુ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યુ.

પૂ.મોરારી બાપુ દ્વાદશ જ્યોતિર્લિંગમાં રામકથા કરવા નિકળ્યા છે, જ્યારે આજરોજ કથાની પુર્ણાહુતિ સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. બાપુ સૌ ભક્તો સાથે રેલ્વે દ્વારા વેરાવળ પહોચ્યા ત્યાથી સોમનાથ આવેલા હતા. પૂજ્ય બાપુનુ ઢોલ-નગારા અને ભુદેવો ના મંત્રોચ્ચાર સાથે સોમનાથ માં સ્વાગત કરવામાં આવેલ હતુ. ત્યાર બાદ ગંગાજળ અભષેક પુજા સામગ્રી સોમનાથ મહાદેવને અર્પણ કરી તેઓ ધન્ય બન્યા હતા. પુજારીશ્રી દ્વારા રૂદ્રાક્ષમાળા અને પ્રસાદકીટ આપી સ્વાગત કરવામાં આવેલ.

મોરારીબાપુ સોમનાથ મંદિર પાસે આવેલ સાગરદર્શન ખાતે પહોચેલા જ્યા તેઓનું સ્વાગત સન્માન ટ્રસ્ટી પ્રવીણભાઇ લહેરી એ કરેલ હતું. ત્યારબાદ પૂ.બાપુ ભગવાન કૃષ્ણએ જ્યાથી સદેહ સ્વધામ ગમન કર્યુ તે ગોલોકધામ તીર્થમાં પહોચેલ હતા. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાજી ને અભિષેક અને પૂષ્પાર્ચન કરી ધન્ય બન્યા હતા.

બાપુ ગોલોકધામ થી સોમનાથ કથા સ્થળે પહોચેલા હતા. જ્યા મોરારીબાપુ નુ પુષ્પહાર સાથે ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઇ લહેરી એ સ્વાગત કરેલ, સાથે જ સોમનાથ મહાદેવની છબી સ્મૃતીભેટ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવેલ. સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી વિજયભાઇ ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત રામકથાનો પ્રારંભ કરાવેલ હતો.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

વાવાઝોડું નજીક આવતાં સ્થિતિ વિકટ,દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ, હજારો લોકોનું સ્થળાંતર

Team News Updates

યુજી નીટ 2023નું પરિણામ જાહેર:નીટ ઑલ ઈન્ડિયા ટોપ 50 રેન્કમાં ગુજરાતમાંથી ત્રણ વિદ્યાર્થી ઝળક્યા

Team News Updates

ઉનામાં યુવાનના ખિસ્સામાં રહેલો VIVO મોબાઇલ બ્લાસ્ટ થતાં ગંભીર રીતે દાઝ્યો

Team News Updates