News Updates
NATIONAL

CHHOTA UDAIPUR:કરોડો રૂપિયાનું નુકસાન,હોન્ડાના શો રૂમમાં વહેલી સવારે ભીષણ આગ

Spread the love

બોડેલી ખાતે આવેલ હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગતા આખેઆખો શોરૂમ આગમાં ભસ્મીભૂત થઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આજે વહેલી સવારે બોડેલીની કોલેજ પાસે આવેલ હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગી હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેમ છતાં આગને કાબૂમાં લઇ શકાઇ ન હતી અને આગમાં આખેઆખો શોરૂમ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આગમાં શો રૂમમાં રાખવાના આવેલ સ્કૂટર, મોટરસાયકલ, ગાડી, રાચ રચિલું, કોમ્પ્યુટર સહિત તમામ વસ્તુ બળીને ખાખ થઈ જતાં કરોડોનું નુકસાન થવા પામ્યું છે.

આ આગ લાગવાની જાણ બોડેલીની જનતાને થયા તાત્કાલિક લોકો ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની પ્રયત્નોમાં લાગી ગયા હતા અને સાથે બોડેલી, છોટા ઉદેપુરની ફાયર ફાઇટર બોલાવીને આગ બુઝાવવાની આવી હતી, પરંતુ તે દરમિયાન આખેઆખો શોરૂમ આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આ આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.


Spread the love

Related posts

Paytm પર ઘેરાયા છે મુસિબતના વાદળ, 15 વર્ષની છે સફર, જાણો સામાન્ય માણસ પર શું થશે અસર ?

Team News Updates

રાજ્યમાં 7મી મે એ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને તંત્ર થયુ સજ્જ, ઉમેદવારોના કોલ લેટર સાથે થશે વીડિયોગ્રાફી, 8.64 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

Team News Updates

કર્ણાટક ચૂંટણી પરિણામ પહેલા બે JDS નેતાઓ આમને-સામને:તનવીરે કહ્યું– ગઠબંધન નક્કી થઈ ગયું છે; અધ્યક્ષે કહ્યું- તે તો પાર્ટીમાં જ નથી

Team News Updates