બોડેલી ખાતે આવેલ હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગતા આખેઆખો શોરૂમ આગમાં ભસ્મીભૂત થઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આજે વહેલી સવારે બોડેલીની કોલેજ પાસે આવેલ હોન્ડા કંપનીના શોરૂમમાં અચાનક આગ લાગી હતી.
આ આગ એટલી વિકરાળ હતી કે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેમ છતાં આગને કાબૂમાં લઇ શકાઇ ન હતી અને આગમાં આખેઆખો શોરૂમ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આગમાં શો રૂમમાં રાખવાના આવેલ સ્કૂટર, મોટરસાયકલ, ગાડી, રાચ રચિલું, કોમ્પ્યુટર સહિત તમામ વસ્તુ બળીને ખાખ થઈ જતાં કરોડોનું નુકસાન થવા પામ્યું છે.
આ આગ લાગવાની જાણ બોડેલીની જનતાને થયા તાત્કાલિક લોકો ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની પ્રયત્નોમાં લાગી ગયા હતા અને સાથે બોડેલી, છોટા ઉદેપુરની ફાયર ફાઇટર બોલાવીને આગ બુઝાવવાની આવી હતી, પરંતુ તે દરમિયાન આખેઆખો શોરૂમ આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આ આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.