મયંક યાદવે પોતાના ડેબ્યુથી ધમાકેદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેચ્યું છે. તેમણે લખનૌ સુપર જાયન્ટસ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની આઈપીએલ 2024ની સેલેરી આઈપીએલના સૌથી મોઘા ખેલાડીથી 123 ગણી ઓછી છે.
આઈપીએલ 2024ની શરુઆત થયાને હજુ 10 દિવસથી વધુનો સમય થયો છે, પરંતુ આ 10 દિવસમાં જે એક નામ સૌથી વધુ ચર્ચામાં છે. તે છે મયંક યાદવનું, આ ખેલાડીએ પોતાની બોલિંગથી આઈપીએલ 2024માં ધમાલ મચાવી છે, મયંક યાદવની બોલિંગ લોકો આંખો બંધ કરીને પણ જોઈ શકે છે. તેમના બોલથી બેટ્સમેનો માટે મુશ્કિલ સાબિત થઈ રહ્યા છે. લખનૌ સુપર જાયન્ટસની ટીમમાં એક એવો હિરો છે જેની ચમક આજે દુર દુર સુધી ફેલાયેલી છે. અમે વાત કરી રહ્યા છીએ મંયક યાદવની.
મયંક યાદવને લખનૌ સુપર જાયન્ટસની ટીમે 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ તેમણે આઈપીએલમાં પોતાનું ડેબ્યુ પંજાબ કિંગ્સ વિરુદ્ધ કર્યું હતુ. આ મેચમાં તેમણે બોલિંગથી સૌ કોઈના મોંઢા બંધ કરી દીધા છે. તેમજ તે ટીમ માટે સૌથી મોટા મેચ વિનર તરીકે સામે આવ્યો છે. તેમણે પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવનને 155.8 kmphની સ્પીડથી બોલ નાંખ્યો હતો. તેમણે આ મેચમાં 3 વિકેટ પોતાને નામ કરી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
મયંક યાદવે પોતાની બીજી મેચમાં આરસીબી વિરુદ્ધ રમી હતી. આ મેચમાં મયંક યાદવે પહેલી મેચ બોલિંગ કરી અને તેમણે આરસીબીના મિડિલ ઓર્ડરને પેવેલિયન મોકલ્યા હતા. મેચમાં તેમણે 156.7 kmph સ્પીડથી બોલિંગ કરી અને ગત્ત રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેમણે 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ પોતાને નામ કરી હતી. સાથે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. તે આઈપીએલના ઈતિહાસમાં એવો પહેલો ખેલાડી છે જેમણે શરુઆતની બંન્ને મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હોય
મિચેલ સ્ટાર્ક આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી છે. આઈપીએલ 2024 ઓક્શનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે તેમણે 24.70 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. તેમણે આઈપીએલ 2024માં અત્યાર સુધી 2 મેચો રમી છે. જેમાં તેમણે 47 અને 53 રન બનાવ્યા છે. ખાસ વાત તો એ છે કે, આ બંન્ને મેચમાં તેમણે એક વિકેટ પણ લીધી નથી. મયંક યાદવની આઈપીએલ સેલેરી મિચેલ સ્ટાર્કથી 123 ગણી ઓછી છે. સ્ટાર્કે એક વિકેટ પણ લીધી નથી. મયંકે અત્યારસુધી 2024માં 2 મેચમાં 6 વિકેટ પોતાને નામ કરી છે.