News Updates
GUJARAT

લાખોનો માલસામાન બળીને ખાખ,MGVCLની બેદરકારીથી આગ લાગી હોવાનો આક્ષેપ;પેકેજીંગ કંપનીમાં આગ

Spread the love

આણંદ તાલુકાના મોગરી-ગાના રોડ પર આવેલ એક પેકેજીંગ કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગને કાબુમાં લેવા માટે આણંદ અને વિદ્યાનગરના ફાયર બ્રિગેડના ચાર ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી. પરંતુ લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થયો છે. આ આગ MGVCL ની બેદરકારીને કારણે લાગી હોવાનો આક્ષેપ કંપનીના માલિકે કર્યો છે.

આણંદ તાલુકાના મોગરી-ગાના રોડ પર મફતપુરા ગામની સીમમાં સનરાઈઝ પેકેજીંગ કંપની આવેલી છે. આ કંપનીમાં ગત રોજ રાત્રીના સમયે એકાએક આગ લાગી હતી. કંપનીમાં કાગળ, પુઠા સહિતનો માલસામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી. જોતજોતામાં આ આગ વિકરાળ બની હતી. આ આગની ઘટના અંગેની જાણ થતાં આણંદ અને વિદ્યાનગર ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ચાર ફાયર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી હતી અને સતત દોઢેક કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ, કંપનીમાંનો મોટા ભાગનો માલસામાન તેમજ એક ટેમ્પી બળીને ખાખ થવાથી લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

આ અંગે સનરાઈઝ પેકેજીંગ કંપનીના માલિક નરેશ બાબુભાઈ શાહ જણાવે છે કે, મારી કંપની ઉપરથી GEB ના વાયરો પસાર થાય છે. આ વાયરો બાબતે મેં GEB માં ચારથી પાંચ વખત ફરીયાદ આપી છે. જ્યારે-જ્યારે ફરીયાદ આપીએ ત્યારે માણસો આવીને વાયર બદલી જતાં હતાં. પરંતુ, આ વખતે કામ બરાબર કર્યું નહીં હોય એટલે વાયરમાંથી તણખાં મારી ટેમ્પી ઉપર પડ્યાં અને આ આગ લાગી.


Spread the love

Related posts

પ્રભાસ પાટણનાં વોર્ડ નં.2ના રહીશોએ પાણી ભરાવાના ત્રાસથી કંટાળી પાલિકાને રજૂઆત કરી

Team News Updates

ગીર સોમનાથમાં રૂ.૫૫ કરોડના ખર્ચે તૈયાર થનાર નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ગુજરાત હાઈકોર્ટ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશનાં હસ્તે કરાયું

Team News Updates

એક વિચાર જે બની ગયો જન આંદોલન, કોઈએ એક લાખ તો કોઈએ એક કરોડ છોડ લગાવ્યા

Team News Updates