News Updates
GUJARAT

JETPUR:શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના ૫૪૭માં પ્રાકટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન

Spread the love

જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સંપ્રદાય શ્રી મોટી હવેલી જેતપુર ની ઉત્સવ સમિતિ દ્વારા શ્રીમદ વલ્લભાચાર્યચરણ ​​ ​પ્રાકટ્ય ​મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી બાલકૃષ્ણ​લાલજી ​મહારાજશ્રીની અધ્યક્ષતામાં તેમજ પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે.હવેલી ઉત્સવ સમિતિ તેમજ MYM ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ ઉજવણીની મળેલી માહિતી મુજબ ચૈત્ર વદ્દ ૧૧ ને શનિવાર તારીખ ૪-૫-૨૦૨૪ના રોજ અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજીના ૫૪૭માં પ્રાકટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી થશે.

જેમાં શ્રી વલ્લભાચાર્ય વંશાવતંશ નિ.લિ.ગો ૧૦૦૮ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના આત્મજ પરમ પૂજ્ય ગો.૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી તેમજ પરમ પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રી બિરાજમાન થશે. ઉત્સવના આગલા ત્રણ દિવસ માટે ત્રિદિવસીય કાર્યક્રમ જનાના વિભાગમાં રાખેલ છે જેમાં તારીખ ૧,૨-૫-૨૦૨૪ બે દિવસ દરમિયાન બહેનો માટે પુષ્ટીમાર્ગિય સ્પર્ધા તથા અન્ય કાર્યક્રમો થશે અને તારીખ ૩-૫-૨૦૨૪ શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૬ શ્રી સર્વોતમ સ્તોત્રના પાઠ તેમજ સાંજે ૬થી૭ શ્રીમહાપ્રભુજીના જીવનચરિત્ર પર વક્તવ્ય રાખવામાં આવેલ છે.

તારીખ ૪-૫-૨૦૨૪ મુખ્ય મહોત્સવના દિવસે સવારે ૭.૩૦ વાગ્યે પુષ્ટિ ધ્વજ વંદન તેમજ બ્રાહ્મણો દ્વારા વેદ સ્તુતિ અને ત્યારબાદ ૮.૦૦ વાગ્યે શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ થશે.બપોરે રાજભોગમાં તિલકના દર્શન થશે અને ત્યારબાદ સાંજે ૫.૦૦ કલાકે કીર્તન મંડળી અને બેન્ડવાજા સાથે ઉત્સવની શોભાયાત્રા બંને વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિમાં મોટી હવેલી એથી નીકળી ગોંડલ દરવાજા થઇ ફૂલવાડી,ચાંદની ચોક,સ્ટેન્ડ ચોક,એમ.જી.રોડ,ધોરાજી દરવાજા,મોટાચોક થઇ શ્રીમોટી હવેલી પરત પહોંચી ધર્મસભાના રૂપમાં ફેરવાશે​.​જેમાં સંતો મહંતોની હાજરીમાં


શ્રી મહાપ્રભુજીશ્રી વલ્લભાચાર્યજીનું આચાર્ય પૂજન થયા બાદ પૂજ્ય મહારાજશ્રીના પ્રવચન થશે.અંતમાં આપશ્રીના કેસરી સ્નાન અને ચરણ સ્પર્શ થશે​.​ખાસ કરીને આયોજકો દ્વારા દરેક વૈષ્ણવને નમ્ર અપીલ છે કે ઉત્સવના દિવસે પૂરતી હાજરી આપી, ઉત્સવને ભવ્ય રીતે ઉજવી એક વૈષ્ણવ તરીકેનું કર્તવ્ય પૂરું પાડવા અપીલ છે.ઉત્સવના દિવસે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ઉત્સવને ભવ્ય રીતે ઉજવવો તે એક વૈષ્ણવ તરીકેની ધાર્મિક ફરજ બની રહે છે.શોભા યાત્રામાં ભાઈઓ ધોતી,બંડી ,તિલક તથા બહેનો કેસરી સાડી પહેરી જોડાય તેવી ખાસ આજ્ઞા છે.

આ પ્રસંગે નૂતન મંદિર નવી હવેલીના ચેરમેન અને જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડિયા,ઉત્સવ સમિતિ પ્રમુખ શ્રી રાજુભાઈ હિરપરા અન્ય ઉદ્યોગપતિઓ,નવનિર્માણ સમિતિ સભ્યો,હવેલીના MYMના સભ્યો તેમજ કાર્યકરો આ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે

દરેક ધર્મપ્રેમી જનતા તથા જેતપુર શહેર તથા આજુબાજુના દરેક ગ્રામ્ય વિસ્તારની સમગ્ર વૈષ્ણવ શ્રુષ્ટિને ​​સપરિવાર આ કાર્યક્રમમાં હાજરી આપી ઉત્સવની ​અલૌકિક ​ઉજવણીમાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.


આ સમગ્ર આયોજનમાં શહેરના નામાંકિત ઉદ્યોગપતિ અને શહેરી આગેવાનો ઉપસ્થિત રહેશે.શ્રી મોટી હવેલી સમિતિના દરેક સભ્યો આ ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાના આયોજનને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીનુતન મંદીર હવેલીનું નવનિર્માણનું કાર્ય જેમના સહયોગથી ચાલી રહ્યુ છે એવા ઘણાં દાતાશ્રીઓ પણ શોભાયાત્રા તેમજ ધર્મસભામાં હાજરી આપશે.આ ભવ્ય ત્રણ દિવસના ઉત્સવ ઉજવણીમાં દરેક વૈષ્ણવ પરિવાર તેમજ શહેરની ધર્મપ્રેમી પ્રજાને હવેલી પ્રસાશન તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.


Spread the love

Related posts

Panchmahal:બે જોડિયાં અધૂરા માસે જન્મેલા નવજાત શિશુને ફેંકી દીધાં;ગોધરામાં કોમન પ્લોટમાં

Team News Updates

AI Features:હોમ સ્ક્રીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ, કૉલ રેકોર્ડિંગ અને કસ્ટમાઇઝ્ડ,સેટેલાઇટથી SMS મોકલી શકશો

Team News Updates

 Weather:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો

Team News Updates