News Updates
ENTERTAINMENT

ચાદરથી ગળે ફાંસો ખાધો:સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘાત,16 દિવસથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો

Spread the love

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાઓને હથિયાર સપ્લાય કરવાના આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. તેણે ચાદરથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 32 વર્ષીય અનુજ થાપનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 15 એપ્રિલે પંજાબમાંથી અનુજ થાપન (32) અને સુભાષ ચંદર (37)ની અટકાયત કરી હતી.આ આરોપીઓએ સલમાનના ઘર પર ફાયરિંગ માટે આરોપીઓને હથિયારો આપ્યા હતા. હથિયાર સપ્લાય કરનારા બંને આરોપીઓ પંજાબના અબોહરના રહેવાસી છે. આત્મહત્યા કરનાર અનુજ થાપન ગામમાં એક ટ્રકમાં હેલ્પર તરીકે કામ કરતો હતો.

બીજો આરોપી સુભાષ ખેડૂત હતો. બંને આરોપીઓ વિરુદ્ધ પંજાબ અને હરિયાણામાં ઘણા કેસ નોંધાયેલા છે. બંને ઘણા વર્ષોથી લોરેન્સ બિશ્નોઈ સાથે કામ કરી રહ્યા હતા.

અનુજ થાપન અને સુભાને 15 માર્ચે પનવેલમાં સાગર પાલ અને વિકી ગુપ્તા નામના છોકરાઓને બે પિસ્તોલ પહોંચાડી હતી. આ પિસ્તોલની મદદથી વિકી અને સાગરે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યું હતું. વિકી અને સાગરની ગુજરાતના ભુજમાંથી જ્યારે અનુજ અને સુભાષની પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણામાં અનુજ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે અને તે શરૂઆતથી જ લૉરેન્સ ગેંગ સાથે સંકળાયેલો હતો.


સલમાન ખાન હંમેશા લોરેન્સ બિશ્વોઈ ગેંગના નિશાના પર રહ્યો છે. માર્ચ 2023માં લોરેન્સ તરફથી ધમકી મળ્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ત્યારથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી રહી છે.

NIAએ કહ્યું હતું કે, ખાન 10 લોકોની યાદીમાં ટોચ પર છે જેમને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સે મારી નાખવાની ધમકી આપી હતી. લૉરેન્સે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે તે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે સલમાન ખાને શિકાર કરતી વખતે બિશ્નોઈ સમુદાય દ્વારા પૂજનીય કાળા હરણને મારી નાખ્યું હતું અને ત્યારથી તેને સલમાન પ્રત્યે ગુસ્સો છે.

સલમાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 11 સૈનિકો સતત તેમની સાથે રહે છે, જેમાં એક-બે કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ છે. સલમાનની ગાડીને એસ્કોર્ટ કરવા માટે આગળ અને પાછળ હંમેશા બે વાહનો હોય છે. આ સાથે સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટ પ્રૂફ છે.


Spread the love

Related posts

13 મહિનાથી નથી રમી ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં કરશે કમબેક!

Team News Updates

ભાવનગરની આરિયાનો બોલિવૂડમાં દબદબો:માત્ર એક જ વર્ષની ઉંમરમાં કરી ટીવી કરિયરની શરૂઆત, કહ્યું- આલિયા ભટ્ટ મારી ફેવરિટ, મોટી થઈ હોરર ફિલ્મો બનાવીશ

Team News Updates

ટીમ ઈન્ડિયા એ ટેસ્ટ ક્રિકેટમાં હાર-જીતનો રેકોર્ડ બરાબર કર્યો, 92 વર્ષમાં પ્રથમવાર

Team News Updates