News Updates
ENTERTAINMENT

કપિલ શર્મા એક ગુજરાતી ફિલ્મ બની જાય એટલો ચાર્જ છે,1 કરોડથી વધારે એક દિવસનો ચાર્જ છે

Spread the love

ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ કોમેડિયન કપિલ શર્મા પોતાના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોને લઈ ચર્ચામાં છે. આ શો માટે કપિલ શર્માએ જે ચાર્જ લીધો છે, એટલા માટે તો આપણી એક ગુજરાતી ફિલ્મ બની જાય. તો ચાલો જાણીએ કપિલ શર્માએ કેટલો ચાર્જ લીધો છે.

ટીવી ઈન્ડસ્ટ્રીના મશહુર કોમેડિયન કપિલ શર્મા અવાર-નવાર ચર્ચામાં રહે છે, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. કપિલ શર્માએ પોતાની મહેનતના દમ પર એન્ટરટેનમેન્ટની દુનિયામાં મોટું નામ કમાયું છે.

છેલ્લા થોડા સમયમાં કપિલ શર્મા એક મોટું નામ બની ગયું છે. હાલમાં કપિલ શર્માનો એક નવો શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.એવા સમાચાર છે કે, આ માટે કપિલ શર્માએ મોટી ફી લીધી છે. તો ચાલો જાણીએ કેટલો ચાર્જ લે છે આ સ્ટાર

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં ફરી એક વખત કપિલ શર્મા પોતાન કોમેડીથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે, પરંતુ તમને જણાવી દઈએ કે, આ શોના દરેક કલાકાર મોટી ફી લઈ રહ્યા છે.

કપિલ શર્માથી લઈ કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા અને રાજીવ ઠાકુર મસમોટો ચાર્જ લઈ રહ્યા છે. આજે અમે તમને જણાવીશું કે, આ શોમાં કામ કરી રહેલા કપિલ શર્માનો ચાર્જ સૌથી વધુ છે.

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ કપિલ શર્મા 5 એપિસોડ માટે 26 કરોડનો ચાર્જ લઈ રહ્યો છે. એક એપિસોડ માટે 5 કરોડનો ચાર્જ લઈ રહ્યો છે. તેની સાથે સુનીલ ગ્રોવર 25 લાખનો ચાર્જ લઈ રહ્યો છે.


Spread the love

Related posts

એક T20 મેચમાં 32 સિક્સર, 450થી વધુ રન, 48 બોલમાં ધુંઆધાર સદી

Team News Updates

અનંતના પ્રી-વેડિંગ પહેલા પણ રિહાના ટ્રેન્ડમાં હતી, જાણો લોકો તેના વિશે શું સર્ચ કરી રહ્યા હતા

Team News Updates

‘ઝલક દિખલા જા’ના ત્રણ નવા જજ સાથે જોવા મળ્યા:મલાઈકાએ પાપારાઝી સાથે કરી મજાક, અરશદ વારસી પણ સેટ પર જોવા મળ્યો

Team News Updates