સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ અને ગૂગલ ડેવલપર્સ સ્ટુડન્ટ ક્લબના સહયોગથી “AI કોન્ક્લેવ – અમદાવાદ 2024″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોએ ભાગ લઈ સમૃદ્ધ ચર્ચાઓ અને નેટવર્કિંગની તકોનો લાભ લીધો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સૌને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા AIના વર્તમાન અને ભવિષ્યની વલણો અંગેના મહત્વપૂર્ણ અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્તિક દેરાસરી કે જેઓ ગૂગલ ડેવલપર એક્સપર્ટ અને ગૂગલ ક્લાઉડ એપ્લાઈડ AI સોલ્યુશન્સ આર્કિટેક્ટ છે તેમને એઆઈ ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસ વિશે તેમની નિષ્ણાંતતા શેર કરી હતી.
ધવલ જોશી કે જેઓએ તેમની કારકિર્દીમાં યુપીએસસી, સીડીએસ, પાઇલોટ એપ્ટીટયુડ ટેસ્ટ વગેરે જેવી પરીક્ષાઓ પાસ કરી હોવા છતાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં તેમની રુચિ ને કારણે વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત રહ્યા છે અને ખુબજ બહોળો અનુભવ ધરાવે છે. તેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ રાષ્ટ્ર સુરક્ષા તેમજ ભારતીય સશસ્ત્ર દળો માટે કઈ રીતે ઉપયોગી સાબિત થઇ શકે છે તે વિશે સૌને માહિતગાર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કઈ દિશામાં આગળ વધવું જોઈએ તે વિશે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કર્યક્રમ દરમિયાન હર્ષલ ત્રિવેદી, દક્ષીલ સોની, ભાર્ગવ પટેલ અને રિધમ મોદીએ AIના વિવિધ ક્ષેત્રોના તકનીકી વિકાસો પર ચર્ચા કરી હતી અને AIના સુવ્યવ્સ્થિત સંચાલન પરના તેમના અભિપ્રાયો સાથે મશીન લર્નિંગના કાર્યકારી પાસાઓનું અન્વેષણ કર્યું હતું. AIનો ઉપયોગ કરીને જ્ઞાન પુનઃપ્રાપ્તિ અને સંદર્ભીકરણ માટેની નવીન પદ્ધતિઓ પર સૌને ઊંડાણપૂર્વક માહિતગાર કાર્ય હતા. વ્યવસાયમાં AIના અમલીકરણ માટેની વ્યવહારૂ રણનીતિ ઉપર પ્રકાશ પાડ્યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રોમાં AIને સમાવી લેવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમ પછી, એક પેનલ ડિસ્કશન યોજાયુ હતું. જેમાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સાથે વાતચીત કરી હતી અને માર્ગદર્શન તથા અભિપ્રાયો શેર કર્યા હતા. વધુમાં, વિદ્યાર્થીઓએ એક ક્વિઝ સત્રમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ AI કોન્ક્લેવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સહયોગ, નવીનતા અને સતત શીખવા માટેના પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી હતી.