News Updates
INTERNATIONAL

ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ટરનેટ છે ફ્રી,વિશ્વનો એકમાત્ર દેશ જે સંપૂર્ણપણે છે ડિજિટલ

Spread the love

આજકાલ ઈન્ટરનેટ કનેક્ટિવિટી વગર કામ થઈ શકતું નથી. આખી દુનિયા ડિજિટલ બની રહી છે. ટેક્નોલોજીના આ યુગમાં દરેક વ્યક્તિ ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ઈન્ટરનેટ ફ્રી મળે છે, તો દરેક વસ્તુઓનું પેમેન્ટ ઓનલાઈન થાય છે એટલે કે સંપૂર્ણપણે ડિજિટલ છે.

અમે જે દેશની વાત કરી રહ્યા છીએ તે યુરોપનો એક નાનકડો દેશ છે, જ્યાં લોકોને ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે બિલકુલ ખર્ચ કરવો પડતો નથી. અહીં ટેક્સ રિટર્ન ભરવાથી લઈને કાર પાર્કિંગ માટે ચૂકવણી કરવા સુધીની દરેક સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ છે. અહીં ચૂંટણીમાં મતદાન પણ ઓનલાઈન થાય છે.

એક અમેરિકન બિન-સરકારી સંસ્થા ફ્રીડમ હાઉસ અનુસાર, એસ્ટોનિયા સમગ્ર વિશ્વમાં ફ્રી ઇન્ટરનેટ એક્સેસ માટે એક મોડલ દેશ છે. વર્ષ 2000માં જ એસ્ટોનિયાની તમામ શાળાઓ અને કોલેજોમાં ફ્રી ઇન્ટરનેટ સુવિધા શરૂ કરવામાં આવી હતી. ફ્રી ઈન્ટરનેટ સિવાય બીજી ઘણી વસ્તુઓ છે જે આ દેશને ખાસ બનાવે છે.

યુરોપના ઉત્તર-પૂર્વમાં બાલ્ટિક સમુદ્રના પૂર્વ કિનારે આવેલો આ દેશ એક સમયે સોવિયેત સંઘનો ભાગ હતો. 1991માં રશિયાથી અલગ થયા બાદ અહીંની અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો થયો છે.

યુરોપિયન યુનિયન અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ના સૌથી નાના સભ્ય દેશ એસ્ટોનિયાની સરકારે તેના નાગરિકો માટે ફ્લેટ ઈન્કમ ટેક્સ સિસ્ટમ લાગુ કરી છે, જેનો અર્થ છે કે અહીં દરેક વ્યક્તિએ સમાન ટેક્સ ચૂકવવો પડે છે.

એસ્ટોનિયામાં માત્ર ઈન્ટરનેટ જ ફ્રી નથી, અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ફ્રી છે. સૌપ્રથમ વખત આ નિર્ણય વર્ષ 2013માં દેશની રાજધાની ટાલિનના તત્કાલીન મેયર એડગર સવિસાર દ્વારા લેવામાં આવ્યો હતો.


Spread the love

Related posts

રશિયામાં સૈનિકોની પત્નીઓનું પ્રદર્શન:યુક્રેનમાં લડી રહેલા તેમના પતિઓને પાછા બોલાવવાની માગ; 20 લોકો કસ્ટડીમાં

Team News Updates

ઇટાલીમાં વેનિસ પાસે પુલ પરથી નીચે ખાબકી બસ, આગ લાગવાથી 21 લોકોના મોત

Team News Updates

ભારતને શું ફાયદો થશે? મોદીના બ્રુનેઈ પ્રવાસથી:ભારતને ઓઈલની નિકાસ કરતું આ નાનકડું બ્રુનેઈ ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ બન્યું?

Team News Updates