News Updates
NATIONAL

આગામી 4 દિવસ ક્યાં જિલ્લામાં થશે માવઠા,આજે 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

Spread the love

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. બીજી તરફ રાજ્યમાં 20થી વધુ જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. બીજી તરફ રાજ્યમાં 20થી વધુ જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ પણ માવઠાની ઝપેટમાં આવી શકે છે.

આજે ક્યાં વરસશે વરસાદ

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગરહવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે.

14 મે ક્યાં પડશે વરસાદ

આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 મે માવઠાની આગાહી

15મેએ જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ આગાહી કરવામાં આવી છે.

16 મે રોજ આ જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ

16મેએ ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, ડાંગ સહિતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ભરુચ, બોટાદ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમેરલી, આણંદ, જુનાગઢ, ખેડા, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરત સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.બીજી તરફ ડાંગ, જામનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.


Spread the love

Related posts

14 દિવસ માટે જેલમાં મોકલાયેલા ચંદ્રબાબુ નાયડુને સ્પેશિયલ રૂમ, ઘરનું ભોજન, જેલમાં પણ કેમ મળી રહી છે સ્પેશલ ટ્રીટમેન્ટ ?

Team News Updates

કર્ણાટકની ચૂંટણીથી સુરતના વેપારીઓ ખુશ:ઝંડા, ટોપી, ખેસના ઓર્ડરો મળ્યા, ચૂંટણી સામગ્રીના 50થી 100 કરોડના વેપારની શકયતા, સાડીઓના ઓર્ડર ન આવ્યા

Team News Updates

ગૌતમ બુદ્ધની શિખામણ:કોઈ વ્યક્તિને મળતાં પહેલાં તેના વિશે કોઈ અભિપ્રાય ન રાખવો જોઈએ; સાંભળો, સમજો અને પછી અભિપ્રાય બનાવો

Team News Updates