પીએમ મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી પટના શહેરમાં આવેલા તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા ગયા હતા. આ દરમિયાન પીએમ દર્શનની સાથે સાથે અરદાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો બતો. PMએ પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું
વડાપ્રધાનના આગમનને લઈને પટના શહેરના દરેક ખૂણા પર પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. પીએમના કાર્યક્રમને લઈને શીખ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તખ્ત શ્રી હરવિંદર સાહિબ ગુરુદ્વારાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.
ગુરુદ્વારાની આસપાસના તમામ રસ્તાઓ અને ઘરોની યાદી બનાવવામાં આવી છે, જેના પર વહીવટીતંત્ર ખાસ નજર રહેશે. છેલ્લા બે દિવસથી આ મકાનો અને રસ્તાઓ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પહેલા પીએમ મોદી પટનાના ઈકો પાર્ક પહોંચ્યા હતા. જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પીએમ મોદીએ તેમના બિહાર પ્રવાસના પહેલા દિવસે 12 મેના રોજ પટનામાં રોડ શો કર્યો હતો. ઈતિહાસમાં પહેલીવાર પટનામાં વડાપ્રધાનનો રોડ શો થયો. બે કિમી લાંબા રોડ શો દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર, પટના સાહેબના બીજેપી ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી ભગવા રંગની કારમાં પીએમ મોદી સાથે હાજર હતા. પીએમ મોદીનો રોડ શો પટનાના ભટ્ટાચાર્ય વળાંકથી શરૂ થયો હતો, જે પીર મોહની, કદમકુઆં, ઠાકુરવાડી રોડ, બકરગંજ થઈને ગાંધી મેદાન નજીક ઉદ્યોગ ભવન પાસે પુરો થયો હતો.