બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ મોટાભાગના લોકો જેનરિક દવાઓ વિશે જાણતા નથી. કોઈપણ બ્રાન્ડ વિના અથવા હળવી બ્રાન્ડ સાથે વેચાતી દવાઓને જેનરિક કહેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, બંને પ્રકારની દવાઓમાં સમાન સોલ્ટ એટલે કે કંન્ટેઇન હોય છે.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં નેશનલ મેડિકલ કમિશને એક નિયમ લાગુ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ડોકટરોએ જેનરિક દવાઓ પણ લખવી પડશે. જો નિયમોનું પાલન નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. NMCના આ નિર્ણય બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા. ઘણા ડોકટરોના સંગઠનોએ પણ નવા કાયદાનો વિરોધ કર્યો હતો અને તેને પાછો ખેંચવાની માંગ કરી હતી. આપવામાં આવેલી દલીલ એવી હતી કે બ્રાન્ડેડ દવાઓ ન આપવાથી દર્દીઓને નુકસાન થઈ શકે છે. વિરોધ બાદ NMCએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. અહીં અમે તમને જણાવીશું કે ડૉક્ટરો જેનરિક દવાઓ શા માટે લખતા નથી અને શું આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેવા જ ફાયદા આપે છે.
ઘણા કિસ્સાઓમાં, બ્રાન્ડેડ દવા અને જેનરિક દવામાં સમાન સોલ્ટ હોય છે. જે રસાયણમાંથી દવા બનાવવામાં આવે છે તેને સોલ્ટ કહે છે. તે પછી ગોળીઓ અથવા કેપ્સ્યુલ્સના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે. દવાઓ બજારમાં વિવિધ કંપનીઓના નામથી એટલે કે બ્રાન્ડ્સથી વેચાય છે. જ્યારે કોઈ બ્રાન્ડનું નામ દવા સાથે સંકળાયેલું હોય છે, ત્યારે તે બ્રાન્ડેડ દવા બની જાય છે. કોઈપણ બ્રાન્ડ વિના અથવા હળવા બ્રાન્ડ નામ સાથે વેચાતી દવાઓ જેનરિક છે. તેમના સોલ્ટ એટલે કે આ દવાઓમાં રહેલી વસ્તુઓ બ્રાન્ડેડ દવાઓ જેવી છે. અમેરિકાના એફડીએ અનુસાર, જેનરિક દવાઓની કિંમત બ્રાન્ડેડ કંપનીઓની દવાઓ કરતાં 80-85% ઓછી હોઈ શકે છે. પરંતુ લોકો આ અંગે જાગૃત નથી.
જો ડોક્ટરે તમને કોઈ બ્રાન્ડેડ દવા આપી હોય તો તેનું સોલ્ટ તપાસો. ઉદાહરણ તરીકે, ક્રોસિન અને ડોલો બંને બ્રાન્ડેડ દવાઓ છે અને તેમનું સોલ્ટ પેરાસિટામોલ છે. એટલે કે, જો તમને તાવની સમસ્યા હોય તો તમે પેરાસિટામોલ સોલ્ટ(કંન્ટેઇન) ધરાવતી કોઈપણ દવા લઈ શકો છો. જરૂરી નથી કે તે કોઈપણ બ્રાન્ડની હોય.
જો તમને જેનરિક દવાઓમાં પણ પેરાસિટામોલનું તત્વ મળી રહે છે, તો તમે તેને ખરીદી શકો છો. દવા બનાવતી કંપનીના નામ સાથે સોલ્ટ પણ લખવામાં આવે છે. દવાના પેકેટ પર સોલ્ટનું નામ મુખ્ય રીતે છપાયેલું છે. આ વાંચ્યા પછી, તમે હવે તે જ સોલ્ટ(કંન્ટેઇન)ની જેનરિક દવા ખરીદી શકો છો.
જો કોઈ ફાર્માસ્યુટિકલ કંપની પેરાસિટામોલ સોલ્ટ આ જ નામથી બજારમાં વેચે તો તે જેનેરિક દવા કહેવાશે, પરંતુ જો કોઈ બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ કંપની આ સોલ્ટ પોતાના બ્રાન્ડ નેમથી બજારમાં વેચે તો તે બ્રાન્ડેડ દવા છે. તેમાં સોલ્ટ સરખું હોવા છતાં બ્રાન્ડનું નામ જોડાયા પછી ભાવ વધી જાય છે. આ કારણ છે કે ફાર્માસ્યુટિકલ કંપની તેની બ્રાન્ડ માટે પ્રમોશન અને જાહેરાત કરે છે. જેમાં ઘણા પૈસા ખર્ચાય છે. આ ખર્ચને કારણે બ્રાન્ડેડ દવાઓ મોંઘી છે.
દિલ્હીની આરએમએલ હોસ્પિટલના એક ડોક્ટરનું કહેવું છે કે ડોક્ટરો મોટાભાગના દર્દીઓને બ્રાન્ડેડ દવાઓ લખી આપે છે. દલીલ કરવામાં આવે છે કે બ્રાન્ડેડ દવા વધુ ફાયદાકારક છે. કેટલાક ડોકટરો માને છે કે જેનરિક દવાઓ દર્દીઓના લક્ષણોને ઠીક કરવામાં અસરકારક નથી. ફાર્માસ્યુટિકલ કંપની સાથે કોન્ટ્રાક્ટ હોવાથી ડોક્ટરો પણ બ્રાન્ડેડ દવાઓ લખી આપે છે. જેનરિક દવાઓ અસરકારક નથી એ કહેવું ખોટું છે.