ખંભાળિયાના મૂળ વતની અને હાલ આણંદ રહેતા ગં.સ્વ. પ્રભાબેન પ્રાણજીવન દતાણીના સુપુત્ર હિતેશકુમાર પ્રાણજીવનભાઈ દતાણી (અજંતા એગ્રો અને રાજાધિરાજ ડેવલપર્સ – આણંદ) દ્વારા ગુરૂવાર તારીખ 16ના રોજ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિરના શિખર પણ નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુરુવારે સવારે 7 વાગ્યે ધ્વજા પૂજન, 8 વાગ્યે શોભાયાત્રા અને 9 વાગ્યે દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ બાદ બપોરે 12:30 વાગ્યે પ્રસાદના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સહભાગી થવા નિમંત્રિતોને હિતેશકુમાર પ્રાણજીવનભાઈ દતાણી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃદ્ધ અને અશક્ત બળદો માલિકો દ્વારા તરછોડાયા બાદ છેલ્લા દિવસો મોજથી વિતાવી શકે તેવા ઉમદા આશયથી શિવ બળદ આશ્રમમાં બળદોને અલગ-અલગ પ્રકારનું મેનુ પીરસાય છે. થોડા દિવસો પહેલાં 1000 કિલો તરબૂચ અને હાલ અહીં આશ્રય લઈ રહેલા 80 જેટલા બળદોને વનપાક 1600 કિલો કેળા પીરસાય હતા. બળદની જિંદગીના અંતિમ દિવસો ખૂબ આનંદથી અને સારી રીતે વિતે તેવી સેવા ભાવનાથી શિવ બળદ આશ્રમના સભ્યોએ છેલ્લા દોઢ વર્ષથી આ બીડું ઝડપ્યું છે, જે ખૂબ પ્રશંસનીય બની રહ્યું છે.