મહેસાણા ભૂસ્તર અધિકારીની ટીમે ખનીજ ચોરી ડામવા નવતર કીમિયો અપનાવી નંદાસણ ચોકડીથી રેતી ભરી પસાર થતા બે ડમ્પર ટ્રકના ચાલકો પાસે સાધનિક કાગળો નહિ હોવાના જાણવા મળતા બને ડમ્પર ટ્રક ઝપ્ત કરી નંદાસણ પોલીસ સ્ટેશનમાં મુકાવી કાર્યવાહી હાથ ધરી હતી.ભૂસ્તર ટીમેં રૂ 80 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ખાણ ખનીજ ચોરીનું પ્રમાણ અનેક ગણું વધવા પામેલ છે. ખનીજ અધિકારીઓને ચકમો આપીને ખનીજ માફિયા બિન્દાસ પણે ખનીજ ભરી જતા હોય છે. આ દરમિયાન સ્થાનિક ખાણ ખનીજ અધિકારી ડો. પ્રતિક સાહે ભૂસ્તર ટીમને વાહનોની આરસીબુક તથા ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ખનીજ ભરી જતા ડમ્પર ટ્રકના ચાલકોને ઝડપી લઇ વાહનો નજીકના પોલીસ સ્ટેશનને મુકવાનો આદેશ કરવાના પગલે રેતી ભરેલા બે ડમ્પર ને નંદાસણ ચોકડીથી પસાર થતાં તેના ચાલકો પાસે આરસીબુક ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના સાધનિક કાગળો રજૂ નહિ કરતા નંદાસન પોલીસ મથકમાં મુકાવી દીધી હોવાનું માઇન્સ ઇન્સ્પેકટર જિમી વાણિયા એ જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે રૂ 80 લાખના બે વાહનો કબ્જે લઈ તેના વાહન માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.