રાજકોટમાં બનેલી ઘટના બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ વિભાગ, ફાયર વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકની અંદર તમામ પ્રકારના નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તેના માટે કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી. દરેક વિભાગને સખ્તાઈ પૂર્વક કહેવામાં આવ્યું હતું કે, પોતાની કામગીરી યોગ્ય રીતે બજાવવામાં આવે.
સુરત શહેરમાં ભૂતકાળમાં બનેલી ખાંડ બાદ રાજકોટમાં જે ઘટના બની છે તેને કારણે રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓની આંખ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તક્ષશિલાકાંડ બાદ પણ જે પ્રકારની ઢીલી નીતિ અપનાવવામાં આવી હતી. તેને કારણે લોકોમાં અધિકારીઓની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. ભ્રષ્ટાચારના કારણે પરવાનગી આપી દેવામાં આવતી હોય છે અને ત્યાર બાદ મોતનું તાંડવ ખેલાતો હોય છે. આવી સ્થિતિમાં જિલ્લા કલેક્ટર દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સૂચના મુજબ આજે ઝુંબેશ સ્વરૂપે કામ શરૂ થઈ ગયું છે. સુરતના અલગ અલગ ઝોનની અંદર ટેક્સ્ટ ટાઇલ માર્કેટ હોસ્પિટલ જીમ ટ્યુશન ક્લાસીસ આ તમામની તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં પણ ફાયરની એનઓસી કે અન્ય સ્ટ્રક્ચર માટે જરૂરી પરવાનગી લેવાની હોય છે. તે ન જણાય ત્યાં સીલ મારવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ ઝોનમાં વહેલી સવારથી જ ટીમ બનાવીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમને છેલ્લા કેટલાક સમયથી નોટિસ આપવામાં આવતી હતી. તેમના દ્વારા નિયમોનું પાલન ન કરાતા તેમની દુકાનો સીલ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ દવાખાના તો જીમ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ટેક્સ્ટ ટાઇલ માર્કેટમાં આગ લાગવાની શક્યતા વધુ હોય છે. જ્યાં ફાયર સેફ્ટીની પણ ખૂબ જરૂરીયાત હોય, પરંતુ માર્કેટના સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીની સુવિધાને લઈને ગંભીરતા ન દાખવતા આખરે સીલ મારી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 600 કરતાં પણ વધારે દુકાનો હોસ્પિટલ અને માર્કેટની દુકાનો સીલ કરી દેવામાં આવી છે.