News Updates
GUJARAT

10 હજાર કિલો કેરીનો અન્નકૂટ,વડતાલના આંગણે આમ્રોત્સવ

Spread the love

લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે રવિવારના રોજ વડતાલ મંદિરમાં બીરાજતા દેવોને અમદાવાદ એસ.જી.વી.પી. ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણીસ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા 10 ટન કેરીનો અન્નકૂટ આમ્રોત્સવ ધરાવવામાં આવ્યો હતો.

આમ્રોત્સવના આયોજક વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે નીજ મંદિરમાં દેવોને ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે.

મહત્વનું છે કે આ અંતર્ગત ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા કેરીનો અમદાવાદ એસજીવીપી ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા 10 ટન કેસર કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

મંદિરના પૂજારીઓ દ્વારા કેરીની કમાનો ઉભી કરવામાં આવી હતી. ત્યારબાદ દેવો સમક્ષ કેરી ધરાવવામાં આવી હતી. રવિવારના રોજ હજ્જારો હરિભક્તોએ આમ્રોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સવારે 8 થી 12 વાગ્યા સુધીમાં અંદાજીત 75 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

સમગ્ર આમ્રોત્સવના આયોજક ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંતસ્વામી હતા. આમ્રોત્સવની સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી તથા સ્વયંસેવકોની ટીમે સંભાળી હતી. અન્નકૂટ બાદ આ કેરીનો પ્રસાદનું વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ, મહિલા આશ્રમ તથા દિવ્યાંગોને વડતાલધામના સંતો તથા સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.


Spread the love

Related posts

Aravalli:બંને કારચાલકના ઘટના સ્થળે મોત,ચૂંટણી ફરજ પરથી વતન આવી રહેલા શિક્ષકની કારને બુટલેગરની કારે ટક્કર મારી

T20 World Cup 2024:એક તો સાથે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે;અમદાવાદ, સુરત, જામનગર અને આણંદના ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

Team News Updates

Bharuch:કન્ટેનરમાં ક્રુરતા પૂર્વક બાંધેલી ભેંસો 9 ભેંસોના મોત 15 ભેંસોને બચાવી :ભરૂચના ઝઘડિયા ચાર રસ્તા નજીક કન્ટેનર ઝાડ સાથે અથડાતા અકસ્માત

Team News Updates