News Updates
AHMEDABAD

 12 જૂને રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડશે,ગુજરાતમાં ચોમાસું વહેલું બેસશે

Spread the love

હવામાન વિભાગ દ્વારા આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે. પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે. આગામી સાત દિવસ આ સ્થિતિ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં આ વર્ષે ચોમાસુ બે દિવસ વહેલું બેસી ગયું છે. આથી ગુજરાતમાં પણ તેની શક્યતા વધી ગઈ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાનો વરસાદ સાથે આવી શકે છે. કારણ કે સાત દિવસ સુધીની આગાહી એટલે કે 12 જૂન સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલતી રહેશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચોમાસુ વહેલું બેસવાના પણ એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું અને સારું રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે સમગ્ર દેશમા 106 ટકા જેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે. આથી ગુજરાતમાં પણ આ વર્ષે સારો વરસાદ રહેવાની શક્યતા છે. જગતના તાતને તેમનો પાક બચાવવા પાણી માટે વલખાં મારવા પડશે નહીં. કારણ કે, આવશ્યક વરસાદ વરસે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વાતાવરણની આગાહી કરતા જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન યથાવત્ રહેશે. ગુજરાતના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાઈ શકે છે. જે હાલમાં સ્થિતિ છે તે આગામી પાંચ દિવસ યથાવત્ રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ સાથે મેઘગર્જના પણ રહેશે. ત્યારબાદ ત્રીજા દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ 9 જૂનના રોજ ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

10 જૂને દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે.

11 જુને અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ,બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત દાહોદ અને છોટા ઉદેપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. જ્યારે આગામી 3 દિવસ અમદાવાદમાં અસહ્ય બફારો રહેશે, જેનાથી લોકો અકળામણ અનુભવશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ બફારાને કારણે અકળામણનો અનુભવ હજુ પણ આગામી ત્રણ દિવસ રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતનાં ફક્ત ચાર શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્શિયસ કરતાં વધુ નોંધાયું હતું.

આજ રોજ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત પવનની દિશા દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી હોવાને કારણે અરબી સમુદ્રનો ભેજ ગુજરાત ઉપર ખેંચાઈ આવ્યો છે. જેના કારણે અમદાવાદીઓને બફારાનો અહેસાસ થશે. આજે સવારે 9 વાગ્યાથી જ શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહ્યા બાદ બપોરના 12 વાગ્યા સુધીમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થશે.

ત્યારબાદ તેમાં ધીમે ધીમે વધારો થઈને બપોરના 3 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર જશે. બાદમાં સાંજના 5 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી શકે છે. સૂર્યાસ્ત બાદ તેમાં ઘટાડો થઈને સાંજના 7 વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાય શકે છે. બાદમાં રાત્રે 9 વાગ્યે 37 ડિગ્રી અને રાત્રે 11 વાગ્યે 35 ડિગ્રી સેલ્સિયસ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ગત મધરાતે 1 વાગ્યે હવામાન વિભાગના ફોરકાસ્ટ અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલની આગાહી કરવામાં હતી. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન યથાવત્ રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર આવવાની આગામી પાંચ દિવસ શક્યતા નહિવત્ પ્રમાણમાં છે.


Spread the love

Related posts

770 લીટર દેશી દારુનો જથ્થો ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

Team News Updates

વિદ્યાર્થીનો મૃતદેહ  અમદાવાદની L.D. કોલેજની હોસ્ટેલનાં રૂમમાંથી મળ્યો

Team News Updates

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, પાંચ દિવસમાં આ વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે થશે માવઠું

Team News Updates