News Updates
JUNAGADH

ચોમાસુ માથે છે મનપાની ઘોર બેદરકારી જુનાગઢ 

Spread the love

જુનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ચોમાસાની શરૂઆતને બસ હવે થોડા દિવસોની વાર છે પરંતુ મનપા તંત્ર હજુ ઘોર નીંદ્રામાં જ છે. કાળવા ચોકમાં 180 જેટલા દબાણો દૂર કરવા માટે 8 મહિના પહેલા નોટિસ ફરમાવાઈ છે જો કે આ દબાણો હજુ દૂર નથી કરાયા. જેના કારણે આ વર્ષે પણ પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

જુનાગઢ મહાનગરપાલિકાની ફરી એક વાર બેદરકારી સામે આવી છે. કાળવાના વોકળા કાંઠે આવેલા 181 જેટલા દબાણો હજી સુધી દૂર નથી કર્યા. તંત્રએ 8 મહિના પહેલા માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે. નોટિસ બાદ પણ દબાણો દૂર નથી થયા ત્યારે, એ વાતનો ભય સર્જાયો છે કે ગત વર્ષની જેમ ફરી પૂર આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે. અત્રે નોંધનિય છે કે નોટિસ બાદ 7 દિવસમાં દબાણ દૂર કરી દેવાના હોય છે તો સ્વેચ્છાએ દબાણ દૂર ના થાય તો મનપાએ સ્વખર્ચે દબાણ તોડવાના હોય છે. પરંતુ, હજી સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. તંત્રને આ મુદ્દે સવાલ પૂછાયો, ત્યારે તેમણે જૂના કમિશનર પર ઢોળ્યું અને કહ્યું કે જૂના કમિશનરે નોટિસ આપી હતી. તેઓ હવે બદલાઇ ગયા છે. સાથે, એવું પણ જણાવ્યું કે, કેટલાંક લોકોએ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટ કાર્યવાહી ચાલતી હોવાથી મનાઇ હુકમના લીધે દબાણ દૂર નથી કર્યા.

પરંતુ અહીં, સવાલ ઉઠે કે, જૂના કમિશનરે જે નોટિસ આપી હતી. તેમાં ટાઉન પ્લાનિંગ અધિકારીની પણ સહી છે અને ટાઉન પ્લાનિંગ અધિકારી તો બદલાયા નથી. છતાં કામગીરીમાં ઢીલાશ કેમ? આવા સવાલ ઉઠાવ્યા છે એડવોકેટ કિરીટ સંઘવીએ. એવા પણ આક્ષેપ લાગ્યા છે કે, શું મોટા માથા હોવાથી દબાણ તોડવામાં નથી આવી રહ્યા.

મહત્વનું છે, 2023માં તંત્રએ દબાણ હટાવવા નોટિસ આપી હતી. 8 મહિના વીતી ગયા છતાં કામગીરી બાકી છે. ત્યારે એડવોકેટ કિરીટ સંઘવીએ પણ સવાલ ઉઠાવ્યા છે અને ગેરકાયદે દબાણ જલ્દી દૂર કરવા માગ કરી છે. ઉલ્લેખનીય છે, જો દબાણ દૂર નહીં થાય તો, ચોમાસાના ભારે વરસાદમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે.


Spread the love

Related posts

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

JUNAGADH: વાડીમાં આગ લાગી શોર્ટ સર્કિટથી કેશોદના કબ્રસ્તાન નજીક,આગ પર કાબૂ મેળવ્યો ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી

Team News Updates

JUNAGADH:યુવકનો મૃતદેહ મળ્યો વિલીંગ્ડન ડેમમાંથી ;જૂનાગઢ શહેર નજીક આવેલા વિલીંગ્ડન ડેમમાં 24 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Team News Updates