News Updates
BUSINESS

IPO le Trivenues:38% વળતર પર મેળવી શકો તમે રોકાણ, 18થી વધુ વખત સબ્સ્ક્રાઇબ કર્યું બે દિવસમાં

Spread the love

આજે એટલે કે, 12 જૂન ટ્રાવેલ એગ્રીગેટર એક્સિગોની પેરેન્ટ કંપની લે ટ્રૈવેન્યૂઝ ટેક્નોલોજીના IPOનો છેલ્લો દિવસ છે. આ IPO રિટેલ કેટેગરીમાં 18થી વધુ વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે.

લિસ્ટિંગ પહેલા, કંપનીના શેર ગ્રે માર્કેટમાં 38% એટલે કે ₹36 પ્રતિ શેરના પ્રીમિયમ પર પહોંચી ગયા છે. ગ્રે માર્કેટ પ્રાઈસ (GMP) મુજબ, તેનું લિસ્ટિંગ અપર પ્રાઇસ બેન્ડ ₹93ના સંદર્ભમાં ₹129 (93+36=129) પર હોઈ શકે છે.


આ IPO માટે, રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા એક લોટ એટલે કે 161 શેર માટે અરજી કરવી પડશે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ ₹88-₹93 પ્રતિ શેર નક્કી કર્યું છે. જો તમે ₹93ના IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,973નું રોકાણ કરવું પડશે. છૂટક રોકાણકારો વધુમાં વધુ 13 લોટ એટલે કે 2093 શેર માટે બિડ કરી શકે છે, જેના માટે તેમણે ₹194,649નું રોકાણ કરવું પડશે.


લે ટ્રેવેન્યૂઝ ટેક્નોલોજી લિમિટેડ એ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે ઈશ્યુનો 75% અનામત રાખ્યો છે. આ સિવાય, લગભગ 10% શેર રિટેલ રોકાણકારો માટે અનામત છે અને બાકીનો 15% શેર બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે આરક્ષિત છે.

કંપની આ ઈસ્યુ દ્વારા કુલ ₹740.10 કરોડ એકત્ર કરવા માગે છે. આ માટે કંપની ₹120 કરોડના 12,903,226 નવા શેર ઇશ્યૂ કરશે. તે જ સમયે, કંપનીના હાલના રોકાણકારો ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા ₹740.10ના મૂલ્યના 79,580,900 શેર વેચશે.


લે ટ્રેવેન્યૂઝ ટેક્નોલોજી લિમિટેડની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. તે એક ઓનલાઈન ટ્રાવેલ એજન્સી (OTA) છે. જે પ્રવાસીઓને ‘એક્સિગો’ એપ દ્વારા ટ્રેન, ફ્લાઇટ, બસની ટિકિટ તેમજ હોટલ બુક કરવાની મંજૂરી આપે છે. આ સિવાય એપમાં PNR સ્ટેટસ અને કન્ફર્મેશન પ્રિડિક્શન, ટ્રેન સીટ અવેલેબિલિટી એલર્ટ, ટ્રેન રનિંગ સ્ટેટસ, ફ્લાઇટ સ્ટેટસ, ઓટોમેટેડ વેબ ચેકિંગ સહિત અન્ય ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપનીમાં 486 કર્મચારીઓ હતા.


Spread the love

Related posts

એમેઝોનની અમેઝિંગ કામગીરી:દિવાળીમાં ઝડપી ડિલિવરી માટે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની સજ્જ, કંપનીના હેડક્વાર્ટરમાં 7 લાખ રોબોટ કામ કરે છે

Team News Updates

Lectrix EVનું ‘LXS મુનશાઇન લિમિટેડ એડિશન’ સ્કૂટર લોન્ચ:સ્કૂટરની શરૂઆતની કિંમત 97,999, લોન્ચિંગ સમયે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ISROને આપ્યું ટ્રિબ્યુટ,

Team News Updates

MSMEમાં ધિરાણકર્તાઓના વિશ્વાસ માટે વધતાં જતાં ક્રેડિટ પેનિટ્રેશન પોઈન્ટ્સ

Team News Updates