Surat-Ayodhya Waiting list હમણાં જ ઉનાળાની રજાઓ પુરી કરીને બાળકો અને લોકો પોત-પોતાના કામ તરફ વળ્યા છે. તો બીજી બાજુ ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે, તો તહેવારોની સિઝન ચાલુ થશે. જેમાં જન્માષ્ટમીથી દરેક તહેવારોની શરુઆત થઈ જશે. લોકો મીની વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. તો તમારા માટે આજે અમે સુરતથી અયોધ્યા જવા માટે કેટલું વેઈટિંગ લિસ્ટ છે. તેની માહિતી આજે તમને આપશું.
ટ્રેન નંબર 19053 સુરતથી ઉપડે છે અને મુજ્જફરાપુર જંક્શન સુધી ચાલે છે. આ ટ્રેન વિકલી છે અને તે શુક્રવારે જ ચાલે છે.
સુરતથી આ ટ્રેન 07:35 વાગ્યે થી ઉપડે છે અને વડોદરા 09:22 વાગ્યે પહોંચાડે છે તેમજ ઉજ્જૈન 16:05 વાગ્યે પહોંચાડે છે.
આ રુટમાં વડોદરા, રતલામ, ઉજ્જૈન, બીના જંક્શન લખનઉ 10 મિનિટનો હોલ્ટ કરે છે. આ ટ્રેન દાહોદથી જતી હોવાથી અમદાવાદના લોકોએ વડોદરાથી બેસવું પડશે.
અહીં આપેલા ફોટો મુજબ સ્લીપર કોચમાં 4 મહિનાનું વેઈટિંગ લિસ્ટ આપેલું છે. સ્લીપર કોચમાં સપ્ટેમ્બર મહિનામાં આસાનીથી જગ્યા મળી શકે છે.
3A એસી કોચમાં જુલાઈમાં જગ્યા મળવાના ચાન્સ ઓછા છે પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તમને સીટ મળી શકે છે.
આ ટ્રેનના 2A કોચમાં જગ્યા જ જગ્યા મળી રહેશે. છેલ્લા 3 મહિનામાં સીટો ખાલી જ દેખાય રહી છે.
સુરતથી અયોધ્યા જવા માટે 1A ની વાત કરીએ તો તેમાં મોટાભાગે દરેક દિવસે 4 સીટો જ અવેલેબલ જોવા મળે છે. (આ સમાચાર 28 જુનના રોજ લખાઈ રહ્યા છે. માહિતી આ દિવસ સુધીની અપડેટ છે. આવનારા દિવસોમાં વેઈટિંગમાં અપડેટ જોવા પણ મળી શકે છે.)