News Updates
GUJARAT

Banaskantha:વરસાદના ટીંપા માટે તરસી રહ્યા છે ઉત્તર ગુજરાતના આ તાલુકાના ખેડૂતો,ભાભરમાં સૌથી ઓછો વરસ્યો

Spread the love

બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ પાંચેય જિલ્લામાં એવા કેટલાક વિસ્તારો છે. કે જ્યાં વરસાદનું પ્રમાણમાં રાજ્યના અને સ્થાનિક જિલ્લાના અન્ય તાલુકાઓના પ્રમાણમાં ઓછું છે. ભાભરમાંતો માંડ એક ટકો પણ વરસાદ હજુ સુધીમાં નોંધાયો નથી.

ગુજરાતમાં એકતરફ વરસાદી માહોલ જુન માસથી શરુ થયો છે. જોકે હજુ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં પુરા 10 ટકા વરસાદ પણ નોંધાયો નથી. જેને લઈ આ વિસ્તારના ખેડૂતોથી લઈ સ્થાનિકોની ચિંતા વધી ચૂકી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પણ નવી આવકો નોંધાઈ નથી.

બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ પાંચેય જિલ્લામાં એવા કેટલાક વિસ્તારો છે. કે જ્યાં વરસાદનું પ્રમાણમાં રાજ્યના અને સ્થાનિક જિલ્લાના અન્ય તાલુકાઓના પ્રમાણમાં ઓછું છે. ભાભરમાંતો માંડ એક ટકો પણ વરસાદ હજુ સુધીમાં નોંધાયો નથી.

રાજ્યામાં અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા હોય એવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વરસાદના એક એક ટીંપા માટે અનેક વિસ્તારના ખેડૂતો અને સ્થાનિકો તરસી રહ્યા છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં માંડ વરસાદના ફોરા વરસ્યા હોય એવી સ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ભાભરમાં નોંધાયો છે. ચોમાસુ શરુ થવાથી અત્યાર સુધી અહીં ગત શનિવાર સુધીમાં માંડ 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે માંડ પોણો ટકો વરસાદ નોંધાયો છે. આવી સ્થિતિમાં ભાભર અને આસપાસના વિસ્તાર માટે ચિંતા સર્જાઈ છે.

ભાભરમાં અંતિમ ત્રીસ વર્ષમાં નોંધાયેલ વરસાદ મુજબ સરેરાશ 527 મીમી વરસાદ સિઝનમાં વરસતો હોય છે. એટલે કે ચોમાસામાં 21 ઈંચ સરેરાશ વરસાદ નોંધાતો હોય છે. જુલાઈ માસનું પ્રથમ સપ્તાહ પણ વીતી ચૂક્યું છે, પરંતુ મેઘરાજાની સવારી આ વિસ્તારમાં નહીં પહોંચતા ચિંતા છવાઈ છે. જુલાઈના પ્રથમ સપ્તાહના અંત સુધી જોવામાં આવે તો રાજ્યમાં સૌથી ઓછો વરસાદ ભાભર તાલુકામાં નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં એવા 9 તાલુકાઓ છે, જ્યાં માંડ 10 ટકા પણ પુરો વરસાદ નોંધાયો નથી. ઉત્તર ગુજરાતમાં એક તરફ બનાસકાંઠાના લાખણી અને દાંતા તાલુકામાં 40 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. દાંતામાં સિઝનનો અડધો અડધ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ દાંતાની નજીક રહેલા અમીરગઢ તાલુકામાં વરસાદ 10 ટકા પણ વરસ્યો નથી.

બનાસકાંઠાના અમીરગઢ અને ભાભર, પાટણના શંખેશ્વર અને સમી, મહેસાણાના ખેરાલુ અને ઊંઝા તથા સાબરકાંઠાના વિજયનગર તેમજ અરવલ્લીના બાયડ અને માલપુર તાલુકઓમાં 10 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે.

10 ટકાથી ઓછો વરસાદ નોંધાયેલ તાલુકા

  • ઊંઝાઃ 9.88
  • અમીરગઢઃ 7.92
  • વિજયનગરઃ 7.87
  • બાયડઃ 7.66
  • શંખેશ્વરઃ 7.50
  • સમીઃ 7.22
  • ખેરાલુઃ 6.04
  • ભાભરઃ 0.76
  • માલપુરઃ 5.53

Spread the love

Related posts

ચાંદ દેખાય છે કેમ દિવસે ? 

Team News Updates

3 વર્ષના કૃણાલની ચકચારી હત્યાનો પર્દાફાશ:માતા જ પુત્રના મૃતદેહને ખભે ઊંચકી ઘરે લઈ ગઈ, પતિને કહ્યું અકસ્માતમાં મરી ગયો; CCTVની એક નાની જલકે ખોલ્યો હત્યાનો ભેદ

Team News Updates

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત

Team News Updates