News Updates
NATIONAL

શ્રીલંકામાં રમશે  ટીમ ઈન્ડિયાના 15 માંથી 7 ખેલાડીઓ પ્રથમ વખત 

Spread the love

ટીમ ઈન્ડિયાની 15 ખેલાડીઓની શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમે મુંબઈથી કોલંબોની ફ્લાઈટ લીધી. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી શ્રેણી શરૂ થશે. આ પ્રવાસમાં પ્રથમ T20 સિરીઝ રમવાની છે, જેમાં ટીમ ઈન્ડિયાના 7 ખેલાડીઓ શ્રીલંકાની ધરતી પર પ્રથમ વખત રમતા જોવા મળી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આ 7 ખેલાડીઓમાં એક એવો પણ છે જે 6 વર્ષથી ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે.

આ લિસ્ટમાં પહેલું અને આશ્ચર્યજનક નામ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહેમદનું છે. ખલીલ અહેમદે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યાને 6 વર્ષ થઈ ગયા છે. તેણે પોતાની પ્રથમ T20 મેચ 2018માં જ રમી હતી. પરંતુ તેમ છતાં શ્રીલંકામાં T20 મેચ રમવાની આ તેની પ્રથમ તક હશે.

યશસ્વી જયસ્વાલ પણ શ્રીલંકામાં પ્રથમ વખત T20 મેચ રમતા જોવા મળશે. ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ માટે પણ આ પ્રથમ તક હશે, જેણે 2019માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, તે શ્રીલંકામાં ટી20 રમવાની છે.

2023માં T20માં પદાર્પણ કર્યા બાદ, રિંકુ સિંહે ભારત માટે અત્યાર સુધીમાં 20 મેચ રમી છે. પરંતુ, તે શ્રીલંકાની ધરતી પર તેમાંથી એક પણ મેચ રમ્યો નથી. શ્રીલંકામાં આ પહેલો પ્રસંગ હશે જ્યારે રિંકુ સિંહ T20માં પોતાના બેટથી સિક્સર અને ફોર ફટકારતો જોવા મળશે.

શિવમ દુબે T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. છતાં તે પહેલીવાર ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકાના પ્રવાસે છે, અને પ્રથમ વખત શ્રીલંકામાં સિરીઝ રમશે.

શુભમન ગિલની કેપ્ટન્સીમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર T20માં ડેબ્યૂ કરનાર રિયાન પરાગ પણ પ્રથમ વખત શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા તરફથી રમશે.

વ્હાઈટ બોલ ક્રિકેટમાં અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયાનો મહત્વનો બોલર બની ગયો છે. તે T20 વર્લ્ડ કપનો સૌથી સફળ બોલર પણ હતો. પરંતુ આટલી ઉપલબ્ધિઓ હોવા છતાં અર્શદીપ માટે શ્રીલંકામાં રમવાની આ પ્રથમ તક હશે.

રવિ બિશ્નોઈને ટીમ ઈન્ડિયા માટે પોતાની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યાને 5 વર્ષ થઈ ગયા છે. પરંતુ, તે પ્રથમ વખત શ્રીલંકામાં T20 મેચ રમતો જોવા મળશે.


Spread the love

Related posts

રામ મંદિરને કારણે અયોધ્યાના લોકોની આવક વધી, એક્સપર્ટે કહ્યું- UPના GDPમાં પણ દેખાશે અસર

Team News Updates

 140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયાર,PMએ શપથ લીધા પછી કહ્યું હું નરેન્દ્ર મોદી…

Team News Updates

23 કરોડ રૂપિયાની ઑફર ફગાવી દીધી માલિકે એના માટે;’અનમોલ’નું 1500 કિલો વજન,દરરોજ 20 ઈંડાં, ડ્રાયફૂટ, 5 લિટર દૂધ પીવે છે ભેંસ

Team News Updates